માંગણી:ગ્રામ્યના લોકોના પરિવહન માટે પુન: લોકલ ટ્રેન ચલાવો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની દ્વિતિય લહેર કુણી પડી રહી છે
  • સડક પરિવહનથી કનેક્ટિવીટી ઓછી મળે છે

કોરોનાની દ્વિતિય લહેર દરમિયાન અચાનક પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થવાથી રેલવે તંત્ર દ્વારા લોકલ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર જિલ્લાના ગામડાઓને જોડતી લોકલ ટ્રેન શહેરમાં આવવા-જવા માટે સસ્તુ અને અનુકુળ પરિવહન માધ્યમ હોવાથી અને કોરોનાની દ્વિતિય લહેર કુણી પડી રહી હોય તેને ધ્યાનમાં રાખી લોકલ ટ્રેનો પુન: ચાલુ કરાવવા માંગ ઉઠી છે.

ભાવનગરથી સુરેન્દ્રનગર, ભાવનગરથી પાલિતાણાની ટ્રેનમાં દૈનિક ધોરણે હજારો મુસાફરો બંને તરફ મુસાફરી કરે છે. બીજી તરફ સડક પરિવહનમાં હજુ પણ અગાઉની માફક કનેક્ટિવિટી મળી રહી નહીં હોવાથી મુસાફરોના ભાગે મુશ્કેલીઓ આવે છે. અને જે મળે છે તે વધુ ખર્ચાળ હોય છે.

કોરોનાની દ્વિતિય લહેર તેના અંતિમ તબક્કામાં છે, અને ગ્રામ્યના મુસાફરોની અનુકળતા માટે નિયમોને આધિન લોકલ ટ્રેનોનું સંચાલન પુન: ચાલુ કરાવવામાં આવે તેવી ગ્રામ્યજનો તરફથી માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...