તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાહનનો ટેક્સ ન ભરવાથી RTO  દ્વારા માસિક 25 ટકા પેનલ્ટી લગાવી

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTO દ્વારા ગણેશ ટ્રાવેલ્સ, ગુરુદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા મહાદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને દંડ

ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વારા અત્યારે રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે આર.ટી. ઓ દ્વારા ટેક્સ વગર ફરતા વાહનોની અટકાયત કરીને ટેક્સ તથા પેનલટી વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટાભાગે ટ્રાનસપોર્ટના વાહનોમાં સૌથી વધુ ટેક્સ બાકીના પ્રશ્નો થતા હોય છે. તાજેતરમાં એવી ત્રણ બસો પાસેથી પેનલ્ટી અને ઈન્ટરેસ્ટ નાં રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ કામગીરી ચાલુ હોવાથી ટેક્સ ભર્યા વગર વાહનો ફરતા પકડાશે તો ડ્રાઇવર અને માલિક ની જવાબદારી અને જોખમે ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ એક્ટ ની કલમ હેઠળ વાહન અટકાયત હેઠળ લઈને માસિક 25 ટકા પેનલટી તથા 1.5 ટકા ઈન્ટરેસ્ટ સાથે રકમ લેવામાં આવશે.

દંડિત કરવામાં આવેલ ત્રણ બસો ગણેશ ટ્રાવેલ્સ, ગુરુદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા મહાદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની છે. જેમાં એક બસ પાસેથી બાકી ટેક્સ ની 3 લાખ 9 હજાર 858 ની રકમ લેવામાં આવી હતી જ્યારે 1 લાખ 20 હજારની રકમ હજી સુધી વસૂલવાની બાકી છે. બસ નાં માલિક પાસેથી 2 હજારની પેનલટી વસૂલવામાં આવી છે. કોઈપણ ટ્રીપ કરતી બસનો માસિક ટેક્સ આપવો પડતો હોય છે. માટે જ્યારે બસનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે તેને નોન યુઝ કરવાની હોય છે.

ચેકીંગ દરમિયાન એક નોન યુઝ ની બસ ઉપયોગ માં પકડાઈ હોવાથી 200 ટકા પેનલટી ની 88 હજારની રકમ અને 500 રૂ. દંડની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે ત્રીજી બસમાં બાકી ટેક્સ ની 1 લાખ 34 હજાર 505 ની રકમ વસૂલીને 20 હજાર 660 નો દંડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...