ઉમેદવારો માટે ત્રીજો રાઉન્ડ:RTE : 17 સપ્ટેમ્બર સુધી ખાલી જગ્યાની પુન: પસંદગી કરી શકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ નામંજૂર થયા હોય તે અરજીપાત્ર નથી
  • શહેર-જિલ્લામાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેવા ઉમેદવારો માટે ત્રીજો રાઉન્ડ યોજાશે

ભાવનગર શહેર અને જિલ્લામાં રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત આ વર્ષે પ્રવેશ માટે પ્રથમ અને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગર શહેરની ખાનગી શાળાઓમાં 1000 બાળકોને પ્રવેશ ફાળવવાનો હતો તે પૈકી 967 વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થય હોય 33 જગ્યાઓ ખાલી રહી અને તેની સામે 2166 અરજદારો બાકી રહ્યાં છે. જે વિદ્યાર્થીઓની અરજી જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ હોય અને આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી ખાનગી શાળાઓમાં પુન: પસંદગીની તક અપાઇ છે.

જેથી મહત્તમ વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય. જે વિદ્યાર્થીઓએ આરટીઇ હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓમાં પુન: પસંદગી કરવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓએ તા.15થી 17 સપ્ટેમ્બર સુધીમાં આરટીઇના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુન: પસંદગીના મેનુ પર ક્લિક કરી એપ્લિકેશન અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરીને શાળાની પુન: પસંદગી કરવાની રહેશે. બાદમાં પ્રિન્ટ મેળવી લેવી. પ્રિન્ટની નકલ રિસીવીંગ સેન્ટરમાં જમા કરાવાની નથી.

કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇન નંબર 0278-2426629 પર સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરવો. પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ થઇ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં જોડાઇ શકશે નહી તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...