તક વંચિત અને ગરીબ બાળકો માટે રાઇટ ટૂ એજ્યુકેશનની જોગાવઇ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના 25 ટકા બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની જોગવાઇ હેઠળ શૈક્ષણિક વર્ષ 2022-23ની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડનું પરિણામ થત તા.24 એપ્રિલે જાહેર કરાયા બાદ આ રાઉન્ડમાં શહેર કે જિલ્લા કક્ષાઅ.
જે બાળકોની અરજી માન્ય થઇ હોય પણ પ્રથમ રાઉન્ડમાં વડી કચેરી દ્વારા ઓનલાઇન શાળા ફાળવણી કરવામાં આવી ન હોય માત્ર એવા વિદ્યાર્થીઓને જ આરટીઇ હેઠળની ખાલી રહી ગયેલી જગ્યાઓ ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી માટે તક આપવામાં આવી છે.
ભાવનગર શહેરમાં 101 તથા જિલ્લામાં 138 મળીન. કુલ 239 બેઠકો માટે બીજા રાઉન્ડમાં એડમિશનની પ્રક્રિયા કરવામાં આવશે. હવે આવતી કાલથી આરટીઇ હેઠળ અરજીમાં પસંદ કરી હોય તેવી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.12 મેથી 14 મે , ગુરૂવારથી શનિવાર દરમિયાન આરટીઇના વેબપોર્ટલ rte.orpgujarat.com પર જઇને શાળાઓની પુન: પસંદગીનું મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ એપ્લિકેશન નંબર તથાજન્મ તારીખની મદદથી લોગીન કરીને શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુન: પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની જ શાળાઓ પસંદ કરવાની રહેશે.વધુમાં જે અરજદારો શાળાઓની પુન: પસંદગી કરવા માંગતા ન હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને જ માન્ય રાખી નિયમાનુસાર વડી કચેરી દ્વારા આગળના બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ક્યા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકશે નહી ?
ફોર્મ સબમિટ કર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ તથા કોઇ રિસીવિંગ સેન્ટર પર રૂબરૂ જમા કરાવવાની નથી. આમ, શાળા પુન: પસંદગી કરવી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય (ત્યાર બાદ શાળાએ જઇ પ્રવેશ કન્ફર્મ કર્યો હોય કે ન હોય) તથા જે વિદ્યાર્થીઓની અરજી જિલ્લા કક્ષાએ નામંજૂર કરાઇ હોય તેવા કોઇ વિદ્યાર્થીઓ શાળાની પુન: પસંદગી કરી શકશે નહી કે બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકશે નહી તેમ જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.