તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન એડમિશન:RTE : 116 શાળાઓમાં 1000 બાળકોને પ્રવેશ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 જુલાઈ સુધી RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે

વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા 25 જૂનથી શરૂ થઈ છે. જેમાં 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે.15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવશે. RTE હેઠળ ફોર્મ ભરવા અનેક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારે હવે બાળકનો જન્મનો દાખલો ના હોય તો ફિક્સ ફોર્મેટ મુજબ જન્મનું સોગંદનામુ વાલીઓએ કરવું પડશે. ભાવનગર શહેરમાં કુલ 116 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ 1000 બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક છે.

અગાઉ પણ RTE હેઠળ એડમિશન લેતા વાલીઓ પાસે બાળકના જન્મનો કોઈ આધાર ના હોય તેમને સોગંદનામુ કરવાનું રહેતું હતું. પરંતુ આ વર્ષે જન્મનો આધાર લીધા વિના પ્રવેશ મેળવવો હશે તો શિક્ષણ વિભાગ દ્વારા ફિક્સ ફોર્મેટ આપવામાં આવ્યું છે, તે ફોર્મેટ પ્રમાણે સોગંદનામુ કરવાનું રહેશે. ખોટું સોગંદનામું હશે તે ગુનો બનશે માટે તમામ વિગતો તકેદારી પૂર્વક સાચી આપવાની રહેશે. વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા ગત તા.25 જૂનથી શરૂ થઇ ગઇ છે.

હવે આગામી તા.5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે.15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં 116 વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. ભાવનગરના શહેરી વિસ્તારમાં આવક મર્યદા 1.50 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રાખવામાં આવી છે. 2 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ખોટી વિગતો આપનારા સજાને પાત્ર ગણાય છે.

RTE બે દિવસ સર્વર ડાઉન રહેતા પરેશાની
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહીમાં બે દિવસ પણ સર્વર ડાઉન રહેતા વાલીઓ હેરાન થયા હતા. જો કે આજે સ્થિતિ સુધરી હતી. ધો.1 માં ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાતો હોય છે. જેના ફોર્મ ભરવાની કાર્યવાહી શુક્રવારથી શરૂ થઈ છે. બીજા દિવસે એક સાથે રાજ્યના વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરતા સર્વર ડાઉન થયું હતું. જેને કારણે ફોર્મ ભરતા જ એરર આવી જાય છે.

કેટેગરી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...