તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:RTE, શહેરમાં પૂરતા પુરાવાના અભાવે 447 અરજી નામંજૂર

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1માં ફ્રી પ્રવેશની કાર્યવાહી અંતર્ગત ચકાસણી
  • શહેરમાં કુલ 3693 પૈકી 2715 અરજી મંજૂર કરવામાં આવી, 14મી સુધી ચકાસણી થશે

રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને તકવંચિત બાળકોને પ્રવેશ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ 14 જુલાઇ સુધી શિક્ષણ વિભાગ દ્વારા અરજીઓનું ચકાસણી કાર્ય થઇ રહ્યું છે જેમાં શહેર કક્ષાએ આવેલી કુલ 3,693 અરજી પૈકી 447 અરજીઓ પૂરતા પ્રમાણપત્રો કે અન્ય ક્ષતિઓને લીધે નામંજૂર કરવામાં આવી છે. હજી 14મી સુધી ચકાસણી માટે સમય છે ત્યારે હવે 366 અરજીની ચકાસણી કરવાની બાકી રહી ગઇ છે.

ભાવનગર શહેરમાં ધો.1માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અંતર્ગત આ વર્ષે ઓનલાઇન પદ્ધતિએ કુલ 3693 અરજી મળ્યા બાદ શિક્ષણ વિભાગે ચકાસણી કાર્યનો આરંભ કર્યો હતો. જેમાં આજ સુધીમાં કુલ 3693 પૈકી 2715 અરજી મંજૂર કરવામાં આવી છે. જ્યારે ક્ષતિ કે અન્ય કોઇ ભુલ કે પૂરતા પૂરાવાને લીધે 447 અરજી નામંજૂર કરાઇ છે. આ અગાઉ 135 અગાઉ રદ કરવામાં આવી હતી. આમ, હવે શિક્ષણ વિભાગને 366 અરજીની ચકાસણી કરવાની બાકી છે. ત્યારે બાદ આરટીઇ અંતર્ગત ધો.1માં પ્રવેશની કાર્યવાહીનો આરંભ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...