એજ્યુકેશન:RTE : 37,738 લાયક બાળકો પ્રવેશ વંચિત રહી જાય તેવી સ્થિતિ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડમાં 75,629 વિદ્યાર્થીઓને શાળા ફાળવણી કરાઈ

ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આ વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ-1માં વિનામૂલ્યે ગરીબ અને તકવંચિત બાળકોને પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ 1,33,738 વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ફોર્મ ચકાસણી બાદ માન્ય કરાયા છે અને તેની સામે રાજ્યની ખાનગી શાળાઓમાં 96,000 બેઠકો ઉપલબ્ધ છે.

RTE અંતર્ગત રાજ્યમાં ધોરણ-1માં ખાનગી શાળામાં પ્રવેશ માટે 2,44,420 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા પૈકી 1,33,738ની ચકાસણી બાદ માન્ય રાખવામાં આવ્યા હતા. હવે પ્રવેશના પ્રથમ તબક્કામાં રાજ્યમાં કુલ 75,629 વિદ્યાર્થીઓને જે તે ખાનગી શાળાઓમાં પ્રવેશની ફાળવણી કરાઈ છે. આથી પ્રથમ તબક્કાના અંતે 20,371 બેઠકો ખાલી પડી છે. 18 સપ્ટેમ્બર બાદ હવે બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે.

બે માસનું શિક્ષણ બગડ્યુ
આ વખતે પણ ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં પણ ઓનલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું હોય રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશ મળશે તેને ઘણો અભ્યાસ ગુમાવવો પડશે તે હકીકત છે કારણ કે બે મહિનાથી તો ઓનલાઇન અભ્યાસક્રમ ખાનગી શાળાઓમાં શીખવવાનું શરૂ થઈ ગયું છે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત હજી પ્રવેશ પ્રક્રિયા ચાલે છે.

RTE પ્રવેશ : ફેક્ટ ફાઈલ
2,44,420: રાજ્યમાં કુલ અરજી મળી

1,33,738: કુલ ફોર્મ માન્ય રખાયા

75,629: પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી

20,731: પ્રથમ રાઉન્ડના અંતે ખાલી બેઠકો

અન્ય સમાચારો પણ છે...