તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:RTE, 1708 બાળકોને પ્રવેશ તો મળ્યો પણ 2 માસનું શિક્ષણ ગુમાવ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી રહેલી જગ્યાઓ માટે હવે બીજો રાઉન્ડ થશે
  • RTEના પ્રથમ રાઉન્ડમાં ભાવનગર શહેરમાં 888 અને જિલ્લામાં 820 વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ અપાયો

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં શહેરમાં ખાનગી શાળાઓમાં ધો.1માં 888 અને જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં 820 મળીને કુલ 1708 બાળકોને એડમિશન અપાઇ ગયું છે. પણ પ્રક્રિયા મોડી શરૂ થવાથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેઓને બે માસનું શિક્ષણ ગુમાવવું પડ્યું છે. કારણ કે ગત તા.6 જૂનથી ઓનલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું હતુ. જ્યારે આ 1708 બાળકોને હવે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શાળા પ્રવેશ મળ્યો છે.

ભાવનગરમાં પ્રવેશ મળ્યો હોય તેવા 1708 વિદ્યાર્થીઓને બે માસનું શિક્ષણ બગડ્યું છે. ભાવનગર શહેર કક્ષાએ કુલ 1000 બેઠકો હતી અને તેમાં 112 અરજી રદ કરવામાં આવતા 888 બેઠકોની ફાળવણી કરવામાં આવતા હવે બાકી રહેલી 112 બેઠકો માટે પ્રવેશનો બીજો રાઉન્ડ થશે. આવી જ રીતે જિલ્લામાં કુલ 908 બેઠકો હતી અને તેમાં હવે બાકી રહેતી 88 બેઠકો માટે બીજો રાઉન્ડ જાહેર કરાશે.

RTEમાં પ્રવેશ પ્રક્રિયા વહેલી થાય તો જ સ્થિતિ સુધરે
દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે આરટીઇના એડમિશનની પ્રક્રિયા અંગે કોઇ સ્પષ્ટતા શિક્ષણ વિભાગ દ્વારા કરાતી નથી. પણ સાચી પદ્ધતિ તો એ છે કે દર વર્ષે નવું સત્ર શરૂ થવાના પહેલા દિવસથી આરટીઇના વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ મળે તેવું આયોજન શિક્ષણ વિભાગે કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...