તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊર્જા સલામતી:જિલ્લામાં ઈ વ્હિકલ પર પ્રતિ કિલોવોટ રૂા. 10 હજાર થી 20 હજારની સબસિડી

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સરકાર દ્વારા પ્રદૂષણના ઘટાડા અને ઊર્જા સલામતીના ભાગરૂપે હવે ઈ વ્હિકલ લોન્ચ કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના પબ્લિક તથા ઇલેક્ટ્રિક વિક્રેતાઓને હવે 10 હજારથી લઈને વધુમાં વધી 20 હજાર સુધીની સબસિડીની રકમ પ્રતિ કીલોવોટ મળવાપાત્ર થશે. દેશમાં વધી રહેલા પ્રદૂષણ અને જરૂરિયાત મુજબ ઓઇલનાં ઘટતા જતા ઉત્પાદનને લઈને સરકાર દ્વારા ઊર્જા સલામતીનાં ભાગરૂપે જુલાઈ મહિનાથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી 2021 અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં બેટરીની ક્ષમતા મુજબ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

જેમાં ટુ વ્હીલર ( 2 કીલોવોટ), થ્રી વ્હીલર (5 કીલોવોટ) અને ફોર વ્હીલર (15 કીલોવોટ) માટે પ્રતિ કીલોવોટ 10 હજારથી લઈને વધુમાં વધુ 20 હજાર સુધીની સબસિડી આપવામાં આવશે. આ પ્રોત્સાહન મેળવવા માટે અગાઉની મહત્તમ ફેકટરી કિંમત ટુ વ્હીલર માટે 1.5 લાખ, થ્રી વ્હીલર માટે 5 લાખ અને ફોર વ્હીલર માટે 15 લાખ રાખવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ભારત સરકાર દ્વારા મોટી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવતા ત્રણ વર્ષમાં કંપનીઓ સાથે મળીને 50 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ થવાના છે.

કેવી રીતે અરજી કરી શકાય ?
ઇ વ્હીલ લ સંબંધિત માહિતી માટે સરકાર ની વેબસાઇટ http://fame2.heavy industry.gov.in/modelunderfame.aspx પરથી મેળવી શકાશે. આ સાઇટ પર મળવાપાત્ર સહાય ના ધોરણ માટે બેટરી કેપીસીટર કિલોવોટ પણ ચકાસી શકાશે અરજદાર ગુજરાતના સરકાર નાં ડીજીટલ ગુજરાત પર અરજી કરી શકશે તેમજ ડીલર કક્ષાએથી પણ પાસબુક ifsc કોડ, બેંક નો ખાતા નંબર મેળવી પણ અરજી કરી શકશે. ડીજીટલ ગુજરાત ઉપર આ અરજીની મંજૂરીની કામગીરી આરટીઓ કક્ષાએ રહેશે.

અન્ય સમાચારો પણ છે...