તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:ભાવનગર જિલ્લામાં વાવાઝોડાથી નુકશાનીમાં 23956 અસરગ્રસ્તોને રૂા.43.88 કરોડની સહાય

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગળી,બાજરી,તલ,કપાસ,કેરી,નાળીયેરી,લીંબુ સહીતના પાકોને નુકશાન થયું છે

સમગ્ર ગુજરાતમાં ત્રાટકેલા વિનાશકારી વાવાઝોડાની ભાવનગર જિલ્લામાં પણ ભયંકર અસર થઇ છે અને ખેતીપાકોને પણ ભારે નુકશાન થવા પામ્યું હતું.ભાવનગર જિલ્લામાં દસે દસ તાલુકામાં ખેતીવાડીને ભારે નુકશાન થયું છે તેમાં સૌથી વધુ ચાર તાલુકાઓ મહુવા, પાલિતાણા,તળાજા અને જેસર તાલુકાના ગામોમાં ખેતીવાડીમાં બહુ મોટુ નુકશાન થયું હતું.વાવાઝોડાએ તબાહી મચાવતા ખેડૂતોને કરોડો રૂપિયાનો ફટકો પડયો છે .જિલ્લામાં 47000થી વધુ હેકટર વાવેતરમાં નુકશાનીનો અંદાજ મેળવવા 138 ટીમોએ સતત 10 દિવસમાં 647 ગામોમાં સર્વેની કામગીરી કરી હતી. ભાવનગર સહીત અન્ય જિલ્લાના કર્મચારીઓ પણ આ સર્વેની કામગીરીમાં જોડાયા હતા.

વાવાઝોડા બાદ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા તુરંત જ સર્વેની કામગીરી શરૂ કરી દેવાય હતી.જેમાં દસ દિવસની સર્વેની કામગીરી બાદ 31 હજારથી હેકટરમાં નુકશાની થયાનું સામે આવ્યું હતુ઼.બાદમાં સરકાર દ્વારા સહાય ચુકવવાનું નકિક કરાતા 15954 અસરગ્રસ્ત વિસ્તારમાં 23956 લાભાર્થીઓને કુલ મળીને રૂ. 43.88.00.000 લાખની સહાય ચુકવવામાં આવી છે.કુલ ચુકવવા પાત્ર 29206 લાભાર્થીઓ છે જેમાંથી હાલમાં 23956 લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી છે.હવે બાકી રહેલા 5250 જેટલા લાભાર્થીઓને વહેલીતકે સહાય ચુકવાઇ જશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.આર.કોસંબીએ જણાવ્યું હતું.

નુકશાન ઓછુ બતાવ્યું છે
વાવાઝોડામાં પાકોને નુકશાની થઈ છે તેનો સર્વે અધિકારીઓ દ્વારા બરાબર કરવામાં આવ્યો નથી.જેથી મોટાભાગના ખેડુતોને ૩૩ ટકાથી નીચે નુકસાન બતાવવામાં આવ્યું છે.સરકારને ખેડૂતોને રૂપિયા ન આપવા પડે જેથી ૩૩ ટકા નીચે નુકશાન ખેડૂતોનુ બતાવવામાં આવ્યું છે.
> મગનભાઈ કાકડીયા , ખેડુત વીરડી ગામ

વધુમાં વધુ બે હેકટરમાં સહાય મળવા પાત્ર
ખેતીપાકમાં 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તો એક લાભાર્થીને બે હેકટરમાં સહાય મળવા પાત્ર બને છે જેમાં ખેતીપાકમાં હેકટરમાં 20 હજાર અને બાગાયતી પાકમાં એક હેકટરમાં રૂ.30 હજાર મળવા પાત્ર છે.ખેતીપાકમાં રૂ.13500 સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસ.ડીઆર.એફ)માંથી અને રાજયમાંથી 6500 મળીને રૂ.20,000 એક હેકટર દીઠ અને બાગાયતી પાકમાં 18000 એસ.ડી.આર.એફ.માંથી અને 12000 રાજયમાંથી એમ કુલ મળીને રૂ.30,000 સહાય મળવા પાત્ર છે.આ ઉપરાંત જો 50 ટકા ઝાડ પડી ગયા હોય તો રૂ.1 લાખની સહાય મળવા પાત્ર છે. > એસ.આર.કોસંબી, ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર

17541 હેકટરમાં નુકશાન છતાં સહાય નહીં મળે
ભાવનગર જિલ્લામાં કૃષિપાકનું વાવેતર બાદ તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતા 49486 હેકટર ખેતીમાં સફાયો થઇ ગયો હતો.પરંતું સરકારના નિયમ પ્રમાણે 33 ટકાથી ઓછુ નુકશાન થયુ઼ હોય તેને સહાય મળવા પાત્ર રહેતી નથી જેથી 17541 હેકટર વિસ્તારમાં નુકશાન થયું હોવા છતાં ખેડુતોને સહાય મળશે નહીં પરિણામે ખેડૂતોને પડયા પર પાટુ સમાન પરિસ્થિતિ નિર્માણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...