છેતરપિંડી:ડાયાબિટીસની સારવારના નામે રૂપિયા 4 લાખ પડાવ્યા

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બધા રોગ મનના હોય છે, હવે તું રોગ મુક્ત છો
  • મુંબઈના પંચમહાભૂત બેલેન્સ સેન્ટર સંચાલકે કાળિયાબીડની મહિલા સાથે છેતરપિંડી આચરી

કાળિયાબીડની એક મહિલા ફેસબુકમાં ડાયાબિટસની સારવારના એક ગૃપમાં જોઈન થયા બાદ તેમાં એક સેન્ટર દ્વારા ડાયાબિટીસની સારવાર કરવામાં આવતી હોવાનું જાણ્યા બાદ તે ડાયાબિટીસની સારવાર માટે સેન્ટરના સંચાલકને રૂ. 4 લાખ મોકલ્યા હતા પરંતુ કોઈ સારવાર નહી આપતા મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા કોમલબેન હરીકેશભાઈ ભટ્ટે નીલમબાગ પોલીસ મથકમાં મુકેશ રમણલાલ ભલારીયા (રહે. સાયન કોલીવાડા, ગાંધી માર્કેટ પાછળ, મુંબઈ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ફેસબુકના ડાયાબીટીસ એન્ડ ઓલ અધર ડીસીસ વીથઆઉટ ક્યોર એન્ડ મેડિસીન નામના ગૃપમાં જોડાયા હતા જેમાં ડાયાબીટીસની સારવાર માટેના વીડિયો મુકવામાં આવતા હતા જેમાં આ ગૃપમાં મુંબઈમાં ઉક્ત મુકેશ નામનો શખ્સ પંચમહાભુત બેલેન્સ સેન્ટર ચલાવી ડાયાબીટીસની સારવાર કરાવતો હોવાનું જણાવી જરૂરી પેપર વર્ક કરી રૂ. 4,00,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ જ્યારે મુંબઈ ટ્રીટમેન્ટ લેવા ગયા તો સારવાર આપવાને બદલે અલગ-અલગ વાતો કરી સમય પસાર કરતો હતો જેથી સારવાર માટે વાત કરતા તેણે તેમના હાથમાં એક્યુપ્રેશરના 4-5 પોઈન્ટ બતાવી કહેલ કે, બધા રોગ મનના વહેમ હોય છે હવે તમે રોગ મુક્ત છો હવે તમારા બધા રોગ મટી ગયા છે.

તેમ કહી સારવાર આપ્યાના અલગ-અલગ વીડિયો બનાવી સારવાર દરમિયાન સારૂ થઈ ગયા હોવાનો લેટર લખાવી સહી કરાવી હતી. આ શખ્સે રૂ. 4,00,000 લાખ લઈને ડાયાબીટીસની સારવાર નહી કરી છેતરપીંડી આચરી પૈસા પરત આપવાના ખોટા વાયદાઓ કરતો હતો જે પરત નહી આપતા ફરીયાદ નોંધાવી છે. આ અંગે નિલમબાગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...