ફરિયાદ:ઢસા ગામે આંગડિયા પેઢીના કર્મચારી સાથે રૂપિયા 28 લાખની લૂંટ થઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ગારિયાધાર પાર્સલ આપવા જતા કર્મી. સાથે ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી
  • કારમાં આવેલા અજાણ્યા 4 ઈસમોએ લૂંટને અંજામ આપ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

ગઢડા (સ્વા.)ના તાલુકાના ઢસા ગામ ખાતે આવેલી આંગડી પેઢીના કર્મચારી લૂંટાયો છે. વહેલી સવારે કારમાં આવેલા આજાણ્યા 4 શખ્સોએ કર્મચારીની બાઈકને ટક્કર મારી પછાડી દઈ હીરા તથા રોકડ મળી કુલ રૂપિયા 28 લાખના મુદ્દામાલની લૂંટ થઈ છે.

ઢસા ગામે આવેલી આર.મહેન્દ્ર કુમાર આંગડિયા પેઢીના કર્મચારી હર્ષદ ઉમેશજી રાજપૂત બાઇક ઉપર અલગ અલગ જગ્યાના રોકડા રૂપિયા, હીરાની રફ તથા સોનાના દાગીના પાર્સલો જે ગારીયાધાર ડીલવરી કરવા માટે વહેલી સવારે રવાના થયેલ ત્યારે ઢસા ગામ થી ઢસા જંકશન રોડ ઉપર આવેલા જગદીશ્વર ધામ નજીક એક હ્યુન્ડાઇ કંપની ની એસન્ટ ફોર વ્હીલરના કાર ચાલકે બાઈકને ટક્કર મારી આંગડિયા કર્મચારી હર્ષદ ઉમેશજી રાજપૂતને નીચે પછાડી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ કાર માંથી ચાર અજાણ્યા ઈસમોએ નીચે ઉતરી આંગડિયા કર્મચારી પાસે રહેલા થેલાની લૂંટ કરીને ફોર વ્હીલર માં બેસીને નાસી છૂટયા હતા.

આ બાબતે ઢસા પોલીસ ને જાણ થતા તાત્કાલિક ધોરણે ઢસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારીના જણાવ્યા પ્રમાણે કર્મચારી પાસે રહેલા થેલામાં રફ હિરાના પાર્સલ, સોનાનું પાર્સલ તથા રોકડ મળી કુલ રૂ. 28,11,175ના મુદ્દામાલની લૂંટ થઈ હતી. આ મામલે પ્રવિણભાઈ કેશુભાઈ પાચાણી (રહે. લાઠી, જી. અમરેલી)એ ઢસા પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટારૂઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...