રેસ્ક્યું:ભાવનગરના માલણકા ગામમાં કાદવ-કિચડમાં ફસાઈ ગયેલા રોઝડાને બચાવવામાં આવ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત રોઝડાનો વનવિભાગે કબ્જો લઈ સારવાર હાથ ધરી

ભાવનગર શહેર સમીપે આવેલ માલણકા ગામે નદીના કાદવ-કિચડમા ફસાયેલ અસહાય રોઝડાને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ તથા ગ્રામજનોએ સાથે મળી ફસાયેલ સુરક્ષિત બહાર કાઢી વન વિભાગને કબ્જો સોંપતા વનવિભાગે કબ્જો લઈ ઈજાગ્રસ્ત રોઝડાની સારવાર હાથ ધરી જીવ બચાવ્યો હતો.

ભાવનગર શહેરને અડીને આવેલાં કુદરતી નૈસર્ગિક આશ્રયસ્થાનોની સતત ઘટતી જતી સંખ્યાને પગલે આવાં વગડે વસતાં પ્રાણી-પક્ષીઓ સુરક્ષિત આશ્રય-આહારની શોધમાં શહેરની હદમાં આવી રહ્યાંના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે આવોજ એક કિસ્સો શહેર નજીક આવેલ માલણકા ગામે ઘટવા પામ્યો છે. જેમાં એક નર રોઝડુ પાણીની શોધમાં ગામમાં આવેલી સુકાયેલી નદી સુધી પહોંચી ગયું હતું. જયાં ખાડામાં ભરાયેલ પાણી પીવા જતાં ગામના કુતરાઓ ભસવા લાગતાં ભડકેલ રોઝડાએ ભાગવા જતાં નદીમાં આવેલ કાદવ-કિચડ ભરેલાં ખાડામાં ખૂંચી જતાં જીવ બચાવવા મરણીયો જંગ આદર્યો હતો.

કાદવમાં તડફતા અને કુતરાઓના ટોળાં વચ્ચે ઘેરાયેલા રોઝડાને નિહાળી ગ્રામજનોએ વાઈલ્ડ લાઈફ એવેન્જર્સ રેસ્ક્યુ ટીમને જાણ કરતાં ટીમનાં સાહિલ વાઘેલા સહિત છ મેમ્બર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની મદદ વડે રોઝડાને બચાવવા કવાયત હાથ ધરી હતી. જેમાં બે કલાકની ભારે જહેમત બાદ રોઝડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ કુતરાઓએ રોઝડાને બચકાં ભર્યાં હોય આથી વનવિભાગને જાણ કરતાં વનવિભાગે રોઝડાને વિક્ટોરિયા પાર્કમાં લાવવા સુચના આપતાં રેસ્કયુ ટીમના સભ્યો વિક્ટોરિયા પાર્ક સ્થિત એનિમલ કેર સેન્ટરમાં સોંપી આવ્યાં હતાં જયાં વનવિભાગે રોઝડાની સારવાર હાથ ધરી ભયમુક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...