આયોજન:આજથી રોટરી સ્પોર્ટ્સ લીગનો યુનિ. ગ્રાઉન્ડ ખાતે આરંભ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સવારે 7.30 કલાકે લીગનો આરંભ
  • રોટરી ક્લબ દ્વારા આયોજિત લીગમાં વોલીબોલ ક્રિકેટ, બેડમિંટન અને ટેબલ ટેનિસનો સમાવેશ

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા તા. 18 અને તા.19 ડિસેમ્બર (શનિ-રવિ)ના રોજ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી સ્પોર્ટ્સ લીગ 2021નું આયોજન કરવામાં આવેલ છે. એક્રેસીલ લી.ના ઇવેન્ટ સ્પોન્સરશીપ અને આઈપીસીએલના કો-સ્પોન્સરશીપ હેઠળ આયોજિત આ લીગમાં ભાવનગરના એક્રેસીલ, આઈપીસીએલ, નીરમા, સ્ટીલકાસ્ટ, તંબોલી કાસ્ટિંગ, સુમિટોમો કેમિકલ, રેનિસન્સ ગ્લોબલ, ઇનારકો, હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ભાયાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ ભાગ લઈ રહ્યા છે. આ લીગમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિંટન અને ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવેલ છે. રોટરી સ્પોર્ટ્સ લીગનું ઉદ્ધાટન તા. 18 ડિસેમ્બરને શનિવારે સવારે 7.30 કલાકે અને સમાપન તા. 19 ડિસેમ્બરને રવિવારે સાંજે 5 કલાકે થશે. અવનવા નિયમો, કલરફુલ ડ્રેસ, પેવેલિયન, અને ઉત્સાહસભર વાતાવરણ માટે રમતપ્રેમીમાં અત્યંત લોકપ્રિય આ લીગનું સતત 15 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. ભાગ લેનાર સિવાય પણ આ આયોજન સાથે ભાવનગરની અન્ય જાણીતી કંપનીઓ અને સંસ્થાઓ એક યા બીજી રીતે સંકળાયેલી રહી છે. આ વર્ષે પણ સ્પોર્ટ્સ લીગને માણવા ભાવનગરના રમતરસીકોને યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...