ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા રોટરી સ્પોર્ટ્સ લીગ 2023નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર શહેરની નામાંકિત કંપનીઓની ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
બે દિવસ દરમ્યાન અનેક રામતોનું આયોજન
ભાવનગરની અનેકવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલી રોટરી ક્લબ ભાવનગર દ્વારા તા.7 અને 8 જાન્યુઆરીના રોજ રોટરી સ્પોર્ટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, ભાવનગરના જાણીતી કંપનીઓની વચ્ચે રમાડાતા આ સ્પોર્ટ્સ લીગનું સતત 16નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી ટુર્નામેન્ટો રમાડવામાં આવશે અને આ બે દિવસ દરમ્યાન શહેરની નામાંકિત 12 કંપનીઓના 300થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
શહેરની નામાંકિત કંપનીઓ સ્પર્ધામાં ભાગ લીધો
રોટરી ક્લબ ભાવનગરની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને આર્થિક સહયોગ મળે તે હેતુથી તથા આ આયોજનમાં આ વર્ષે એક્રેસીલ, આઇપીસીએલ, મધુસિલિકા, સુમિટોમો, સ્ટીલ કાસ્ટ, રિલાયન્સ, ગ્લોબલ ઇનારકો, હાઇટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, તંબોલી ગ્રુપ, ટાટા કેમિકલ, ભાયાણી ગ્રુપ ભાગ લઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.