તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરાશા:યશવંતરાય નાટ્યગૃહની છત તૂટતા કાર્યક્રમો અનિશ્ચિત સમય માટે બંધ

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાટ્યગૃહમાં જોખમ હોવાથી બુકિંગ બંધ કરી દેવાયા
 • કોરોના કાળ પછી શહેરની કલા પ્રવૃત્તિ શરૂ થાય એ પહેલા જ કલાકારો,આયોજકોને દાઝ્યા પર ડામ

યશવંતરાય નાટ્યગૃહની છત તૂટી જતા કોઈ કાર્યક્રમો યોજી શકાશે નહીં અને આગામી દિવસોમાં જ્યાં સુધી રીપેરીંગ કામ થશે નહીં ત્યાં સુધી અનિશ્ચિતકાળ માટે કાર્યક્રમોના બુકિંગ પણ બંધ કરવામાં આવ્યા છે. જેનાથી કલાનગરીના કલાકારોને નિરાશા સાંપડી છે.નાટ્યગૃહની છત ઉપર અગાઉ ચોમાસા સમયથી જ પાણી ટપકવા લાગ્યું હતું.

ત્યારબાદ મેનેજર દ્વારા સરકારમાંથી ગ્રાન્ટ મેળવીને તાલપત્રીની વ્યવસ્થા કરી હતી પરંતુ તાલપત્રીથી પણ કામ નહીં રોડવાતા છત તૂટી જવા પામી છે. મેનેજર સીમાબેન ગાંધીએ જણાવ્યું કે, 2 દિવસ પહેલા જ છત તૂટી છે અને પીડબલ્યુડીમાં સમારકામ માટે રજૂઆત કરી છે. હાલના સંજોગોમાં કેટલા સમયમાં રિપેરીંગ થઈ શકશે તે કહેવું મુશ્કેલ છે.તેથી અનિશ્ચિતકાળ માટે બુકિંગ બંધ કરી દેવામાં આવ્યા છે.

6 વર્ષ પૂર્વે પણ 20 મહિના બંધ રહ્યું હતું
યશવંતરાય નાટ્યગૃહ ખોલવાના સમયે અનિશ્ચિતકાળ માટે બંધ થતા કલાકારો, આયોજકોનો દેકારો મચી ગયો છે.તેઓએ જણાવ્યું કે, આ અમારી રોજી રોટી અને ભાવનગરની કલા પ્રવૃત્તિ સાથે સીધા ચેડા થઇ રહ્યા છે.6 વર્ષ પહેલા પણ નાટ્યગૃહનું રિનોવેશન કરવાના નામે સતત 20 મહિના સુધી બધા કાર્યક્રમો બંધ રહ્યા હતા. ત્યારબાદ પણ ગુણવત્તાસભર કામ નહીં થતા ફરી ત્યાં ને ત્યાં જ હોવાની સ્થિતિ નિર્માણ થવા પામી છે.

કોરોના કાળમાં સમારકામ કેમ ન કર્યું?
"9 મહિના પૂર્વે ચોમાસાના સમયથી જ છત નબળી પડી ગઈ હતી તો મેનેજમેન્ટ દ્વારા સરકારી ધોરણે તેનું ત્યારે જ સમારકામ કરી દેવાની જરૂર હતી. કારણ કે કોરોના કાળમાં કલાકારો, આયોજકો બેકાર હતા અને હવે જ્યારે નાટ્યગૃહ શરૂ થવાનું છે અને કપરો કાળ પૂર્ણ થયો છે ત્યારે જ છત તૂટી ગઈ હોવાનું કારણ આગળ ધરીને કલા પ્રવૃત્તિ અટકાવવામાં આવી છે. સી સી ટીવી કેમેરા પણ શોભાના ગાંઠિયા સમાન છે.' - દોલત પરમાર, આયોજક

નાટ્યગૃહની છત વધુ તૂટે તેમ હોવાથી જોખમ
"ચોમાસામાં માત્ર પાણી પડતું હતું.પરંતુ 2 દિવસ પૂર્વે છત તૂટી છે. પીડબલ્યુડીમાં રજૂઆત કરી છે.જોખમ હોવાથી અત્યારે પ્રોગ્રામ શરૂ કરી શકાય તેમ નથી.' - સીમાબેન ગાંધી, મેનેજર,યશવંતરાય નાટ્યગૃહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો