તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુંટનો બનાવ:છરીની અણીએ મહુવામાં ધો‌ળેદિવસે 10.50 લાખની લૂંટ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહુવાના કિઝ ફુડ્ઝના કર્મચારી સાથે લુંટનો બનાવ
  • આજે બપોરના સમયગાળા દરમિયાન બાઈક સવાર 5 ઈસમોએ ચાકુ બતાવી રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર

મહુવાના તવેડા ગામના પાટિયા પાસે કિઝ ફુડ્ઝના કર્મચારીને બે બાઈકમાં આવેલા ત્રણ ઈસમોએ છરીની અણીએ રૂ. 10.50 લાખની લૂંટ ચલાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મોડી સાંજે મહુવા પોલીસમાં અજાણ્યા 3 ઈસમો વિરૂદ્ધ ફરિયાદમાં આવી હતી.

મહુવા સાવરકુંડલા રોડ પર આવેલા કિઝ ફુડ્ઝનો કર્મચારી પ્રીતેશ મંગળભાઈ મોઠીયા(ઉ.વ.36, રહે. નહેરું વસાહત મહુવા) આજે બપોરના 2.20 સમયગાળા દરમિયાન મહુવાથી નાના જાદરા ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે તાવેડા ગામના પાટિયા પાસે બે મોટરસાઈકલમાં કુલ 3 વ્યક્તિઓએ તેમનો પીછો કરી અપશબ્દો કહી બાઈક ઉભી રખાવી તેમના ગળા ઉપર ચાકુ રાખી ઇજા કરી તેમની પાસે બેગમાં રહેલા રૂ.10,50,000ની લુંટ કરી આસરાણા ચોકડી તરફ નાસી ગયા હતા.

આ અંગે પ્રિતેશભાઈ મંગળભાઈ મોઠિયાએ મહુવા પોલીસ મથકમાં મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં મહુવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતી. આ લૂંટારૂંઓનું પગેરું મેળવવા પોલીસે મહુવા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. જ્યારે બીજી તરફ આ ઈસમોને ઝડપી પાડવા અમરેલી અને ભાવનગર જિલ્લાની નાકાબંધી કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

લૂંટ કરનારા જાણ ભેદુ હોવાની ચર્ચા
કિઝ ફુડ્ઝના કર્મચારી પ્રિતેશભાઈ આ કંપનીમાં છેલ્લા 10-12 વર્ષોથી નોકરી કરતા હતા અને કંપનીના એકાઉન્ટ, બેંક અને બહારના અન્ય કામો સંભાળતા હતા. તેઓ બેંકના કામ અર્થે આટલી રકમ ઘણી વાર લઈ જતાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ લુંટ કરનારા જાણ ભેદું હોઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...