તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબુશાહી:વિકાસના સ્પીડબ્રેકર રસ્તા વચ્ચેના વીજપોલ 20 વિસ્તારના રસ્તાના કામો ટલ્લે ચડયા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંકલનની બેઠકમાં, સીધાપત્રો લખી વારંવારની રજૂઆત છતાં વીજતંત્રને કરંટ નથી લાગ્યો
 • તરસમીયાવાળા ફોરલેનમાં 1400 મીટરમાં 30 થાંભલા, કોર્પો. કાગળીયા લખી થાક્યું, વીજતંત્ર થાંભલા ફેરવતુ નથી

ભાવનગરમાં વિકાસના કાર્યોમાં રસ્તા મોટા કરવાના કામો વીજપોલ નહીં હટતા ઠપ્પ જેવા થઈ ગયા છે. 20થી વધુ વિસ્તારોમાં રસ્તાની વચ્ચે વીજપોલ હોવાથી રસ્તા મોટા થતા નથી. મ્યુ.તંત્ર વારંવાર રજૂઆત કરે છે છતાં પીજીવીસીએલ કોઈ પગલા લેતું નથી.

 ટોપ થ્રી સર્કલ થી તરસમીયા જતા રોડ પર બે કરોડની ધારાસભ્ય ગ્રાન્ટ તો ફાળવાઈ અને રોડના કામ પણ શરૂ થયા અને કામ શરૂ થઈ ગયા બાદ હાલમાં કોર્પોરેશન મોઢુ વકાસી બેસી રહ્યા છે. ફોર લેનન‍ રોડમાં બન્ને તરફ 30 જેટલા વિજ પોલને કારણે રોડ કામ ખોરંભે ચડી ગયું છે.

 કોર્પોરેશનના રોડ વિભાગ દ્વારા જુદા જુદા 20 વિસ્તારમાં તાત્કાલિક થાંભલા હટાવવા વીજતંત્રને લેખિત અને સંકલનમાં પણ વારંવાર જાણ કરવા છતાં એક પણ થાંભલો હટાવાયો નથી. ટોપ થ્રી સર્કલ થી તરસમીયા વાળા રોડ પર ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બે કરોડ અને સ્વર્ણિમ જયંતીમાંથી દોઢ કરોડની ગ્રાન્ટમાંથી 1400 મીટર રોડનું કામ શરૂ પણ કર્યું પરંતુ આ રોડ પર બંને તરફ 30 જેટલા વીજ થાંભલા હોવાથી તંત્રને પણ ભારે મુશ્કેલી પડી છે. વીજ થાંભલાને કારણે રોડનું કામ ન કરે તો પણ વાંધો અને થાંભલા સહિત કામ કરે તો પણ મુશ્કેલી થઈ પડી છે. છતાં 900 મીટર નું તો કામ કરી પણ નાખ્યું છે. ત્યારબાદ સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થતા હવે તેના કામની મુદત વધારાનું શરૂ થશે.

વર્ષના આરંભે જ કામગીરીનો પ્લાન નક્કી થઈ જાય છે
PGVCLને મોટાભાગે વાર્ષિક યોજના મુજબ દરખાસ્તો આવી હતી હોય છે અને તે મુજબ કામની ફાળવણી કરવામાં આવે છે. રસ્તાના કામ માં નડતા વીજપોલ ની કામગીરી પહેલેથી નક્કી હોય તે મુજબ કરી દેવામાં આવે છે. વર્ષની શરૂઆત માં નક્કી કરેલા કામો માટે ગ્રાન્ટ ફાળવી દેવાના લીધે વર્ષની મધ્યમાં કોઈ મોટું કામ ગ્રાન્ટ વિના થઈ શકતું નથી. ગયા વર્ષે આ કામગીરી માટે દોઢ કરોડ (1.5) કરોડની ગ્રાન્ટ આપી હતી. > ટી.એમ. પંડયા, કાર્યપાલક ઈજનેર, સિટી 1 ડિવિ.

લેખિતમાં અને સંકલનમાં વિજ પોલ હટાવવા જાણ કરાઈ
શહેરમાં જુદાજુદા વિસ્તારમાં ચાલતા રોડના કામમાં અડચણરૂપ હોય તેવા વીજપોલ હટાવવા માટે રોડનું કામ શરૂ કરતા પહેલાં જ વિજ તંત્રને જાણ કરવામાં આવે છે. તાત્કાલિક હટાવવા જરૂરી હોય તેવા 20 લોકેશનની યાદી પણ અપાય છે. લેખિતમાં અને સંકલનની બેઠકમાં પણ આ ગંભીર પ્રશ્ને જાણ કરવામાં આવે છે.> એમ.ડી. મકવાણા, કાર્યપાલક ઇજનેર રોડ વિભાગ

વીજ પોલમાં પ્રાયોરીટી

 • ટોપ થ્રી સર્કલથી તરસમીયા
 • ટોપ થ્રી સર્કલ પાસે RMU તથા પોલ
 • શિવાજી સર્કલ થી વેલેન્ટાઇન સર્કલ
 • મારૂ પેટ્રોલ પંપથી જુના બંદર રોડ
 • ચિતરંજન ચોકથી વળીયા કોલેજ
 • મહિલા કોલેજથી ઘોઘા સર્કલ
 • ક્રેસન્ટ થી ઘોઘા સર્કલ
 • મહિલા કોલેજથી દિપકચોક
 • પાણીની ટાંકીથી પરિમલ ચોક
 • શિવાજી સર્કલથી વાઘાવાડી રોડ
 • રૂપાણી સર્કલથી કે.ડી.માણેક સર્કલ
 • બાલવાટિકાથી જ્વેલ્સ સર્કલ
 • સરદાર પટેલ સોસાયટીથી ઇસ્કોન ક્લબ
 • જ્વેલ્સથી RTO
 • દાદાસાહેબની સામે ટી.સી.
 • એસ.ટી.નિલમબાગ
 • દેસાઈનગર થી નારી સિક્સ લેન
 • ફ્લાયઓવર
 • રામ મંત્ર મંદિર બ્રિજ પાસે
 • સુભાષનગર ચોકમાં ટી.સી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો