તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી:દર વર્ષે ઉજવાય છે માર્ગ સલામતિ માસ છતાં અકસ્માત, મોત યથાવત

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તંત્રની જાગૃતિ સાથે લોક જાગૃતિ પણ જરૂરી
 • શહેર-જિલ્લામાં વર્ષ-2019માં 484 અકસ્માતમાં 175 ના મોત જયારે વર્ષ-2020માં 391 અકસ્માતમા 135ના મોત થયા હતા

સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમા આ વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામા આવી રહી છે. ભાવનગર ખાતે ગત માસે 32 માં માર્ગ સલામતી માસની ઉજવણીનો આરંભ કરાયો છે.જેમા સ્થાનીક અને હાઇ-વે ટ્રાફીક શાખા તેમજ આર.ટી.ઓ ના સંયુકત ઉપક્રમે 32મા માર્ય સલામતી માસની ઉજવણી કરાઇ રહી છે.દર વર્ષે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના આશય સાથે અને લોક જાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરાય છે.

છતા ભાવનગર શહેર-જીલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમા 875 અકસ્માતોની ઘટનામાં 310 લોકોના મૃત્યુ઼ થયા છે.ત્યારે શું ખરેખર આ માર્ગ સલામતી માસની ઉજવણી સાર્થક ગણી શકાય ?ભાવનગર ખાતે હાલમાં 32 મા માર્ગ સલામતી માસની ઉજવણી થઇ રહી છે. છતાં ભાવનગર શહેર જીલ્લાની વાત કરીએ તો વર્ષ-2019 મા 484 નાના મોટા અકસ્માતોની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમા 175 લોકોના મોત નીપજયા હતા.જો કે વર્ષ-2020 મા અકસ્માતોનું પ્રમાણ થોડુ ઘટયું છે.

2020 મા 391 અકસ્માતની ઘટનામા 135 લોકોના મૃત્યુ઼ થવા પામ્યા હતા.એક બાજુ દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચા કરી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઇ રહી છે. આ ઉજવણી માત્રને માત્ર લોક જાગૃતિ માટે કરાઇ રહી છે. પરંતુ પોલીસ ચોપડે નોંધાયેલા અકસ્માતના આંકડા જોતા લોક જાગૃતી જેવુ કશું લાગતુ નથી.તંત્ર દ્વારા છેલ્લા 32 વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. જે માત્રને માત્ર લોકજાગૃતિ માટે કરાય છે છતાં અકસ્માતોનું પ્રમાણ યથાવત છે ત્યારે ખરા અર્થમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય તે જરૂરી છે.

શહેર-જિલ્લાના બનાવોની આંકડાકીય માહિતી

અકસ્માતમોતગંભીર અકસ્માતમાઇનોર અકસ્માત
વર્ષ 201917526744
વર્ષ 202013523532
કુલ31050276

અકસ્માત થવાના કારણો

ખાસ કરીને હાઇ-વે ઉપર વાહનો પાર્ક થયેલા હોય જેમા રીફલેકટર કે લાઇટ હોતા નથી. જેથી રાત્રીના દૂરથી વાહન દેખાતુ નથી. ખાનગી બસ ચાલકો તથા ટ્રક ચાલકો 12 થી 14 કલાક સતત ડ્રાઇવિંગ કરતા હોય છે. જેથી આંખોને આરામ મળતો હોતો નથી. કેટલાક વાહન ચાલકોને અન્ય વાહનથી પોતાનુ વાહન આગળ હંકારવાની લહાયમાં આગળના વાહનને ઓવરટેક કરવા જતા સામેથી આવતા વાહન સાથે અકસ્માત સર્જી બેસે છે. કયારેક ખરાબ રસ્તાઓને કારણે પણ અકસ્માતોના બનાવો બનવા પામે છે.

વાહન ચાલકોએ જ જાગૃત બનવાની જરૂર છે
એક વાહન ચાલક બીજા વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા વાહનનું જજમેન્ટ ન મળતા અકસ્માત સર્જાય છે. કેટલાક વાહનો ક્ષમતા કરતા વધુ માલ ભરી નીરકળતા ઓવરલોડના કારણે અકસ્માત સર્જાય છે. નિયમોનુ સરેઆમ ઉલંઘન કરાતા અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર નીકળતા સ્જાતા અકસ્માતોમા મોટાભાગે માથામા ઇજા થતા મોતને ભેટતા હોય છે.મુખ્યત્વે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના તમામ પ્રયત્નો કરાય છે. પણ ખરુેખર લોકોએ પોતે જાતે જ જાગૃતતા દાખવવાની જરુર છે. - આર.જે.રહેવર, પી.એસ.આઇ. જિલ્લા ટ્રાફીક શાખા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો