તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશોમાં રોષ:કાળીયાબીડ વિસ્તારમાં રોડની કામગીરીથી ગટર અને પાણીની લાઈન તુટતા રહીશોમાં રોષ ફેલાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • રસ્તા પર ગટરના પાણીથી ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીથી લખુભા હોલ તરફ જવાના રસ્તાઓ પર ગટર અને પાણીની લાઈનો તૂટી જતાં રસ્તાઓ પર અને ઘરની આજુબાજુ ગટરના પાણીની રેલમ છેલમ થઈ ગઈ છે. તેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાળીયાબીડ વિસ્તારમાં રોડની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ કરી પરંતુ ગટર અને પીવાના પાણીની લાઇનો તોડી નાખવામાં આવતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ગટરના પાણીથી ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે. ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. હાલ કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને લોકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા કોઇ જ પગલાં લઈને ગટર લાઈન રિપેર કરવી જોઈએ તેવી ત્યાંના રહીશોએની માંગ છે,

કાળીયાબીડ વિસ્તારમાં આવેલ કાળાબંગલા વાળી શેરીમાં રહેતા શિલાબેન કુકડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી રોડ ખોદ્યો છે. જેમાં જેસીબી દ્વારા રોડ ખોદી નાખ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઈન, ગટરની લાઈન નાખવામાં ધ્યાન આપતા નથી. તેથી પાણીની લાઈન અમે જાતે રીપેર કરાવી છે. તંત્ર ક્યાંય ધ્યાન આપતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો