એજ્યુકેશન:RO પાણીથી મીનરલ્સની ઉભી થતી ઉણપ-સ્વાસ્થ્યના જોખમ દુર થશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RO વોટરથી B12 અને અન્ય મિનરલ્સની ખામી ઉભી થાય છે
  • જ્ઞાનમંજરી ફાર્મસીના વિદ્યાર્થીઓએ મીનરલ કોન્સન્ટ્રેટ બનાવ્યુ

જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના સેમ-7ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત એક એવા સોલ્યુશન (લીક્વીડ) મીનરલ કોન્સન્ટ્રેટ બનાવ્યુ છે કે જે RO પાણીના એક ગ્લાસ (150 મિલી)માં માત્ર એક ટીપું મીનરલ કોન્સન્ટ્રેટ નાખી દેવાથી ઉપરોક્ત તમામ મીનરલ્સ જે RO દ્વારા શુદ્ધ થયેલ પાણી અને તે પણ પ્રમાણસર મીનરલ યુક્ત પાણી મેળવી શકે પીવામાં ઉપયોગ કરી શકે અને સાથે સાથે સંભવિત તકલીફો દુર કરી શકે સ્વસ્થ રહી શકે. આ મીનરલ કોન્સન્ટ્રેટ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા સૂચવાયેલ મીનરલ્સનું પ્રમાણ ગણતરીમાં લઈ તે મુજબ તેનું ફોર્મ્યુલેશન બનાવવામાં આવેલ છે.

આ RO સીસ્ટમ દ્વારા પાણીમાં શુદ્ધિકરણ જરૂર થાય છે પણ સાથે જરૂરી મીનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટાશિયમ, કોપર, સલ્ફેટ, ક્લોરાઈડ વિગેરે પણ દુર કરી નાખે છે. આ બધા જ મીનરલ્સ શરીરના સીસ્ટમમાં અત્યંત જરૂરી છે. જે ન મળવાથી તેની ઉણપ ઉભી થાય છે. પરિણામે B12 ની ખામી માંસપેશીઓના દુખાવા, પેટના રોગો, લોહતત્વની ઉણપ(એનીમિયા) વિગેરેનું પ્રમાણ વધી રહ્યું છે. કોશર સંઘાણી, અક્ષિતા મોરડિયા, મિહિર ભટ્ટ તેમજ હર્ષિત દિહોરા દ્વારા આ સંશોધન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...