ભાવનગર શહેરમાં હવે ધીમી ધીમે ઉનાળાએ તેનુ આકરૂ રૂપ ધારણ કરી રહ્યુ છે. વધુ ગરમી આગમન થાય તેના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે શહેરમાં ફળ-ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દુર રાખનારા ફળોના ભાવમાં વધારો હાલ મધ્યમ વર્ગને મુંઝવી રહ્યો છે. ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નાળીયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે. જયારે તહેવારો આવે ત્યારે ભાવોમાં વધારો થાય છે. પણ આ વખતે રમજાન માસ પૂર્ણ થયાને અડધો માસ વીતી ગયા છતા ભાવો આસમાને રહ્યા છે.
ગરમીમાં ઠંડક મેળવવા ફળોની મોજ માણી શક્તિ મેળવી શકે.તે માટે ઉંચા ભાવો ચુકવવા પડી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે ફળો ખાવાનુ પણ મોંધુ થયુ છે. અને દર્દીને સામાન્ય રીતે નાળીયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવો આસમાને પહોચ્યા છે.
1 કિલોના ભાવ | |
વસ્તુ | ભાવ |
સફરજન | 150/200 |
દાડમ | 100/150 |
મોસંબી | 100 |
સંતરા | 100 |
કિનો | 100 |
ગુલાબ | 150 |
ચીકુ | 100 |
કેળા | 50 ડઝન |
પોપૈયો | 60 |
કીવી | 25 એક નંગ |
નાળીયેર | 40/50 |
પાયનેપલ | 100/120 |
એક કિલોના ભાવો છે. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.