ઉજવણી:દિવાળીના દિવસોમાં વધતું કોર્પોરેટ ગિફ્ટનું ચલણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી નાં સમયમાં એક બીજા ના ઘરે જઈને મીઠાઈ ખાઈ સાલમુબારક કહેવાં નો રિવાજ તો આપણે ત્યાં વર્ષો થી છે.પરંતુ છેલ્લા ઘણા સમય થી કોર્પોરેટ સેક્ટર માં અને ક્લાયન્ટ એક બીજાને આપતા હોય તેવી ગિફ્ટ નું ચલણ વધી રહ્યું છે. કામ સંબંધી વ્યવહારિક સંબંધો માં હૂંફ વધારવા લોકો હવે એક બીજાને મીઠાઈ અને વિવિધ ભેટો આપતા હોય છે.

આવી કોર્પોરેટ ગિફ્ટ માં ડ્રાય ફ્રૂટ નાં બોક્સ , ક્રોકરી સેટ , વોલપીસ , ડીઝાયનર પેઇન્ટિંગ અને ચોકલેટ કે મીઠાઈ નાં બોક્સ નો સમાવેશ થાય છે. આ ગિફ્ટ માં 500 રૂ. થી લઈને 5000 રૂ. સુધી ની ગિફ્ટ નો સમાવેશ થાય છે. જોકે ગિફ્ટ ની કિંમત ક્યારેય મહત્વની નથી હોતી, પરંતુ સંબંધોની સાચવણી અને અભિવ્યક્તિ માટે ઉત્તમ રસ્તો છે. આ પ્રકારની ગિફ્ટ આપવાથી બજેટ અને સંબંધ બંને સચવાઈ જતાં હોય છે

અન્ય સમાચારો પણ છે...