રોમના સેન્ટ વેલેન્ટાઈન નામના પાદરી હંમેશા બે સાચા હૃદયના પ્રેમીઓને ભેગા કરવાના કાયમ મદદરૂપ થતા હતા. તેઓની યાદમાં દર વર્ષે 14મી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન-ડે તરીકે ઉજવાય છે. આ ઉજવણી હવે ભાવનગર શહેરમાં ખાસ કરીને કોલેજીયનોમાં એક સપ્તાહની ઉજવણી પૂર્ણ થઇ જતા હવે આવતી કાલ તા.14 ફેબ્રુઆરીને સોમવારે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવશે. થઇ ગઇ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની વધેલી અસરથી ભાવનગર શહેરમાં પણ હવે વેલેન્ટાઇન ડેની ઉજવણીનું મહત્વ વધી ગયું છે.
આવતી કાલ તા.14ને સોમવારે વેલેન્ટાઇ ટેની ઉજવણીએ ગુલાબની સારી ખપત રહેશે તો સાથે સ્પેશિયલ લવ ચોકલેટ, અને અન્ય સ્પેશિયલ ચોકલેટની પણ સારી ખપત રહે છે. તો સ્માર્ટ ફોન મોબાઇલ અને સોશિયલ મીડિયાનો યુગ હોય હવે વેલેન્ટાઇન ડેને લગતા સંદેશા આખો દિવસ વોટસ એપ , ફેસ બૂક વિગેરેમાં છવાયેલા રહેશે.
વેલેન્ટાઇન-ડે એ પ્રેમની અભિવ્યક્તિનું પર્વ ગણાય છે. પ્રેમની અભિવ્યકિત કોઇ મીટરપટ્ટીથી થઇ શકતી નથી. આ પર્વે પ્રેમી હૈયા એકબીજાને ગિફ્ટ અને કાર્ડ આપીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે. તા.14ને સોમવારે વીલ યુ બી માય વેલેન્ટાઇન પ્રેમીઓની આ અભિવ્યક્તિ માટે ઉજવણી પૂર્વેના દિવસોમાં રૂ.50 થી માંડીને રૂ.5000ની કિંમતના ટેડીબેરની ખપત રહેશે. તો ડચ રોઝીઝનું મહત્વ પણ ખાસ રહ્યું હતું. ગુલાબના ફુલ રૂ.20થી લઇને રૂ.80ની કિંમતના વેચાશે.
આ વખતે લગ્ન ગાળો પણ હોય ગુલાબ મોંઘા ભાવે વેચાશે. આ ઉપરાંત સોફ્ટ ટોયઝ, રીસ્ટ વોચ, લવ કેન્ડલ, આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ સહિત સેંકડો પ્રકારના ગિફ્ટ આર્ટિકલ્સની સારી ખપત રહી હતી.વેલેન્ટાઇન ડેના દિવસે સ્પેશ્યિલ લવ ચોકલેટ, કેકની પણ સારી ખપત રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.