તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમની કામગીરી:અભયમ દ્વારા સગીરા અને વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેવલી ગામના વૃદ્ધા અને શહેરની સગીર બાળ‌કીને સમજાવટ બાદ પરિવારને સોંપી

શહેરના શાસ્ત્રીનગરમાંથી મળી આવેલી એક વૃદ્ધા અને ઘર છોડીને પ્રેમી સાથે ચાલી ગયેલી એક 15 વર્ષીય બાળકીને અભયમની ટીમ દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. શહેરની એક 15 વર્ષિય બાળકી પોતાના પ્રેમી સાથે રાત્રીના 2.30 કલાકે ઘર છોડીને ચાલી ગઈ હતી.

ત્રણ દિવસ બાદ માતા-પિતાનાને જાણ થયા બાદ અભયમની ટીમને જાણ કરતા ટીમ દ્વારા તેના પ્રેમીના ઘરે જઈ દિકરીની પૂર્ણ ઉંમર ના હોય અને લગ્નની ઉંમર પણ ના હોય આથી 181ની ટીમ દ્વારા બાળકીનું કાઉન્સેલિંગ કરી સમજાવી તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં તા.17/6ના રોજ શાસ્ત્રીનગરમાંથી એક વૃદ્ધા મળી આવ્યા હતા જેની અભયમની ટીમને જાણ થતાં ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે વૃદ્ધા દેવલી ગામના છે અને તેને બે દિકરા છે. તેથી દેવલી ગામના સરપંચ દ્વારા તેમના દિકરાઓનો નંબર મેળવી વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...