વાતાવરણમાં ઠંડક પ્રસરી:ભાવનગરમાં 10 દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન, શહેર સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ

ભાવનગરએક મહિનો પહેલા
  • વિજળીના કડાકા ભડાકા સાથે ઘટાટોપ વાદળો ચડી આવ્યા

ભાવનગર શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં મેઘરાજા એક રસ થઈને વરસી રહ્યા છે. મેઘરાજાએ સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે શહેરને ધેર્યું હતું.

ધીમીધારે વરસાદ
ભાવનગર શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણને કારણે ગરમીમાં મહદઅંશે ઘટાડો થયો છે. શહેરમાં સવારથી જ કાળા ડીબાંગ વાદળાઓ મંડરાઇ રહ્યાં છી. ભાવનગરમાં વિજળીના કડાકા ભડાકા સાથે ઘટાટોપ વાદળો ચડી આવ્યા ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં 10 દિવસથી વરસાદ ગુમ થઈ ગયો હતો. વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે પણ શહેરમાં હજી જોવે તેટલો વરસાદ વરસ્યો નથી.

10 દિવસથી વરસાદને વિરામ લીધો હતો
ભાવનગર શહેરમાં અને તમામ 10 તાલુકામાં છેલ્લા 10 દિવસથી વરસાદ ગુમ થઈ ગયો હતો. જોકે, આજ સવારથી એક રસ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગણપતિ મહોત્સવ દરમ્યાન વરસાદનું આગમન થતા રાત્રી કાર્યક્રમોમાં વિઘ્ન બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...