રજૂઆત:ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના નિવૃત્ત શિક્ષકોની જગ્યા પ્રવાસી શિક્ષકોથી ભરો

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે કરેલી રજૂઆત
  • બીજા સત્રનો આરંભ થઈ ગયો છે ત્યારે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ઘોરણે પ્રવાસી શિક્ષકો ફાળવવાની મંજૂરી આપવી જોઈએ

હાલ દિવાળી વેકેશન બાદ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ગયો છે ત્યારે જે જે શાળાઓમાં તા.31 મે અને 31 ઓક્ટોબરે રેગ્યુલર શિક્ષકો નિવૃત થઇ ગયા હોય તેના સ્થાને તત્કાલ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય શાાળ સંચાલક મહામંડળે રજૂઆત કરી ચૂંટણીની આચારસંહિતા ભલે લાગુ હોય પણ પ્રવાસી શિક્ષક ન ફાળવી શકાય તેવું મંડળ માનતું નથી અને મંડળના ધ્યાને નથી તેમ પણ સૂચવ્યું છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્કૂલ ઓફ કમિશનરને પત્ર લખી માગ કરી છે કે, મેમાં નિવૃત્ત થયેલા શિક્ષકો અને આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ઘોરણે પ્રવાસી શિક્ષકો ફાળવવાની મંજૂરી આપવી જોઈએ. દિવાળી વેકેશન બાદ સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી હોવાથી બાળકોના શિક્ષણના હિતમાં વિભાગે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ.

મંડળે શિક્ષણ વિભાગમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારે આખું વર્ષ પ્રવાસી શિક્ષકો આપવાની બાંહેધરી આપી હતી. હવે શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે 31 ઓક્ટોબર અને 31 મેએ શિક્ષકો નિવૃત્ત થાય છે ત્યારે આ વર્ષે પણ રાજ્યમાંથી શિક્ષકો નિવૃત્ત થયા છે. ખાસ તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષાના શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવી જરૂરી છે. ઉપરાંત ચૂંટણીની આચારસંહિતા પ્રમાણે પ્રવાસી શિક્ષક ન ફાળવી શકાય તેવું મંડળ માનતું નથી અને મંડળના ધ્યાને નથી.

ગત સપ્તાહથી શાળાઓમાં બીજા સત્રના શિક્ષણનો આરંભ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયના 31 ઓક્ટોબરે નિવૃત્ત થયેલા શિક્ષકોની પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેથી અભ્યાસ બગડે નહીં.

અન્ય સમાચારો પણ છે...