તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:કોરોના સામે 10 દિવસ સુધી લડીને નિવૃત શિક્ષકનું નિધન, બીમારી નામશેષ થયાનું માની બેદરકાર ન બનશો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી આંકડામાં કોરોનાથી દર્દીનું મોત દર્શાવાયું નથી ત્યારે તેમનું અવસાન થતાં લોકોમાં તંત્ર સામે પ્રશ્નાર્થ

એક તરફ લોકો સરકારી આંકડાઓમાં કોરોનાથી મૃત્યુ ઝીરો જોવે છે અને બીજી તરફ પોતાના ઘર પાસે જ કોરોના કારણે અવસાન જોવે છે, તેવી ઘટનાઓને કારણે આરોગ્ય વિભાગ અને સરકારની આંકડાકીય માયાજાળ સામે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. તેવી જ એક ઘટનામાં તળાજા રોડ ઉપરની શ્રીનાથજીનગર સોસાયટીમાં નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈ જોશીનું નિધન નીપજ્યું છે.

તેમના પુત્ર દેવાંગભાઈ જોશીએ જણાવ્યું કે,આમ તો મારા પિતાનું અવસાન એ તારીખે થયું છે કે તે દિવસે તો સમગ્ર ગુજરાતમાં એકપણ મૃત્યુ નહિ થયાનું સરકારી ધોરણે આંકડામાં બતાવવામાં આવ્યું છે.તેમની અનેક પ્રકારની માયાજાળ જેવું લાગે છે.છતાં અત્યારે જે બની ગયું છે, તેનાથી અમે આવાક છીએ.છતાં આવું ન થાય તે જરૂરી છે. સાચી વિગત આરોગ્ય વિભાગે બહાર આપવી જરૂરી છે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ચૂંટણી ટાણે કોરોનાના કેસ ઓછા બતાવાઈ રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા કંઈક જુદી છે. આ પરિસ્થિતિમાં મહામારી વચ્ચે આરોગ્ય વિભાગ અને પ્રજાનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો