સર્વિસ કાર્યરત:કાલથી ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પુન: પ્રારંભ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેક માસના બ્રેક બાદ ફેરી સર્વિસ કાર્યરત થશે
  • જહાજને ગત 24 જુલાઇથી વાર્ષિક મેન્ટેનન્સમાં મુકાયેલું તેમાં ચકાસણીની તમામ પ્રક્રિયા પૂર્ણ

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડક માર્ગના અંતરને ટૂંક કરી દેનાર ઘોઘા હજીરા રો ટેક્સ ફેરી સર્વિસની 19મી ઓક્ટોબરથી પુનઃ શરૂ કરવાની ફેરી સર્વિસ ઓપરેટર કંપની દ્વારા સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.ઇન્ડિગો સીવેયઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓનું જહાજ વોયેજ સિમ્ફની 24મી જુલાઈ વાર્ષિક મેન્ટેનન્સમાં મુકવામાં આવ્યું હતું.

જે હવે સંપૂર્ણપણે મરામત થઈ જતા અને જરૂરી સરકારી ચકાસણી પણ હવે સંપન્ન થઇ ગયા બાદ તારીખ 19મી ઓક્ટોબરથી ઘોઘા અને હજીરા વચ્ચે જળમાર્ગે આ જહાજ ચલાવવામાં આવશે. જહાજના ઓનલાઇન બુકિંગ અને ઓફલાઇન ટિકિટ બુકિંગનો પ્રારંભ 18મી ઓકટોબરથી કરાવવામાં આવશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે.

અન્ય સમાચારો પણ છે...