તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ભાવનગર-કુકડ રૂટની બંધ કરાયેલી બસ ફરી શરૂ કરો, શાળાઓમાં હાલ શૈક્ષિણક કાર્ય શરૂ થઇ ગયેલ હોય વિદ્યાર્થીઓ બસ શરૂ થાય તો લાભ લઇ શકે

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભાવનગર કુકડ પરની અલંગ ગામ અને નવા ગામ (નાના), ભાંખલ વિગેરે એસ.ટી બસો લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આવા સંજોગોમાં કુકડ રૂટની એસ.ટી બસો તાત્કાલીક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

લોકડાઉન દરમ્યાન લોકોની સલામતી ન જોખમાય જેને ધ્યાનમાં લઇ ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા ભાવનગર - કુકડ રૂટની અલગ ગામ તેમજ નવાગામ (નાના) ભાંખલ સહિતની એસ.ટી બસો બંધ કરવામાં આવેલ જે આજ દિન શુધી શરૂ કરવામાં આવી નથી. ભાવનગર કુકડ રૂટ પર કંટાળા, ગોરીયાળી, રામપર, જસપરા, માંડવા, ખદરપર, પાણીયાળી, ભાંખલ સહિતના ગામડાઓની સેવાને આવરી લેતી એસ.ટી બસ ઘણા લાંબા સમયથી બંધ અને શાળાનું શૌક્ષિણક કાર્ય શરૂ થયું હોવા છતાં આ રૂટની બસો શરૂ કરવામાં આવી નથી. એક માત્ર બસ આ રૂટ પર દોડે છે.

જેમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે. અને ના છુટકે મુસાફરોને પણ એક માત્ર બસ હોવાના કારણે મુસાફરી કરવી પડે છે. બસમાં 50 ટકા જ મુસાફરો બેસાડવાની મંજુરી હોવા છતાં આ ચિક્કાર ભરેલી આવે છેે. ત્યારે પરમીશન કરતા વધુ મુસાફરો બેસે અને કોરોનાના ગંભીર સમયમાં જવાબદાર કોણ ...? તો વહેલીતકે આ એસ.ટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો