તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:આજે ધો.10ના રિપીટર-ખાનગી છાત્રોનું પરિણામ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 23,346 છાત્રોનું પરિણામ
  • આજે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ result.gseb.org પર રિઝલ્ટ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આાવતી કાલ તા.25 ઓગસ્ટને બુધવારે સવારે 8 કલાકે ધો.10ના અને સંસ્કૃત પ્રથમાના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ધો.10ની પરીક્ષામાં તા.15 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન કુલ 115 બિલ્ડિંગમાં 992 બ્લોકમાં કુલ 23,346 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ અગાઉ ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયા બાદ હવે આવતી કાલ બુધવારે સવારે 8 કલાકે ધો.10ની રિપીટર/ખાનગી વિદ્યાર્થીઓનુ઼ં પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો સિટ નંબર(બેઠક ક્રમાંક) ભરીને જોઇ શકાશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/એસઆર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે.

ગુણ ચકાસણી કે દફતર ચકાસણીની કાર્યવાહી માટેની સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે. આ અંગે નોંધાયેલી માધ્યમિક શાળાઓના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને નોંધ લેવા બોર્ડના પરીક્ષા સચિવ બી.એ. ચૌધરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...