સિદ્ધિ:ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશની જેઇઇ મેઇન્સનું પરિણામ જાહેર, ભાવનગરના તેજસ્વી તારલાઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દ્વિજ પ્રકાશભાઈ આદેસરા - Divya Bhaskar
દ્વિજ પ્રકાશભાઈ આદેસરા
  • સોશિયલ મીડિયાનો ભાગ્યે જ ઉપયોગ કરી શિક્ષકોના ગાઇડન્સ મુજબ કરેલી મહેનત રંગ લાવી

ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની ગત તા.23થી 29 જૂન દરમિયાન લેવાયેલી જેઈઈ મેઈન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાવનગરના તેજસ્વી તારલાઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા તેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠ, સરદાર પટેલ એજ્યુ. ઇન્સ્ટટ્યૂટ, વિદ્યાધિશ વિદ્યાસંકુલ વિગેરેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે તેઓ સોશિયલ મીડિયાનો ભાગ્યેજ ઉપયોગ કરતા હતા અને ક્લાસમાં અભ્યાસની સાથે સાથે તે રોજના ચાર કલાક જેટલી તૈયારી કરતા હતા. સાથે જે તે શાળાના શિક્ષકો દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો હતો. જ્ઞાનમંજરી વિદ્યાપીઠના 8 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 95થી વધુ પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 69 અને 90થી વધુ પર્સન્ટાઇલ મેળવનારાની સંખ્યા 122 છે. ફિઝીક્સમાં એક દ્વિજ પ્રકાશભાઇ આદેશરાએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે.

ફિઝીક્સમાં 99થી વધુ પર્સન્ટાઇલ મેળવારાની સંખ્યા 26, કેમેસ્ટ્રીમાં 99થી વધુ પર્સન્ટાઇલ મેળવનારાની સંખ્યા 29 તથા મેથ્સમાં 99થી વધુ પર્સન્ટાઇલ મેળવનારાની સંખ્યા 3 છે. સ઼સ્થામાં 99.60 પર્સન્ટાઇલ સાથે ધર્મિલ મુંજપરા પ્રથમ ક્રમે છે. સ્તવન સંજીવ રવિસાહેબ 99.57 પર્સટાઇલ સાથે બીજા અને રૂત્વિક રાકેશભાઇ વેગડ 99.57 પર્સન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે છે.

શહેરની ઓજ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સના તન્મય માંડલિયાએ ઓવરઓલ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે જેમાં મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ઓમ કારીયાએ 99.87, સ્તુતી પંડયાએ 99.75, માનવ પારેખે 99.61, નિશાંત ત્રંભાડીયાએ 99.24 અને અંધારીયા પરમે 99.21 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

સરદાર પટેલ એજ્યુ. ઇન્સ્ટિટ્યૂટમાં જેઇઇ-મેઇન્સના પરિણામમાં 99.16 પર્સન્ટાઇલ સાથે મલય રણજીતભાઇ સાહિત્ય પ્રથમ અને જીત હિતેશભાઇ પટેલ 99.11 પર્સન્ટાઇલ સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હોય તેમાં વિદ્યાધિશ વિદ્યાસંકુલના ઇશાની એલીસ 99.43 પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમે છે. આ સંસ્થામાં 19 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઇલ છે.

અન્ય સમાચારો પણ છે...