તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ધો.10માં CBSE ઈન્ટરનલ- ટેસ્ટના આધારે રિઝલ્ટ અપાશે

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પક્ષપાત જોવા મળશે તો શાળાને દંડ
 • દરેક વિષય માટે 20 માર્કસ આંતરિક મૂલ્યાંકન આધારે, 80 માર્કસ ટેસ્ટના આધારે અપાશે

સીબીએસઈએ ધો.10માના બોર્ડ પરીક્ષા રદ આ પરીક્ષાના માર્ક આપવા માટે નવી નીતિની જાહેરાત કરી છે. તે પ્રમાણે દરેક વિષય માટે 20 માર્ક આંતરિક મૂલ્યાંકનના આધારે અપાશે, જ્યારે 80 માર્ક સત્ર દરમિયાન લેવાયેલી ટેસ્ટના આધારે આપવાના રહેશે. સીબીએસઈએ દેશભરની સ્કૂલોને કહ્યું છે કે, ધોરણ 10ના પરિણામો તૈયાર કરવા માટે આઠ સભ્યની ટીમ બનાવો. આ પરિણામો 20 જૂન સુધી જાહેર કરી દેવામાં આવે. આ સાથે સ્કૂલોને ચેતવણી પણ આપી છે કે, વિવિધ વિદ્યાર્થીઓને આપેલા માર્ક તેમના પાછલા પરિણામોને અનુરૂપ હોવા જોઈએ.

વિદ્યાર્થીઓના આકલનની પ્રક્રિયામાં કોઈ જ પ્રકારની છેતરપિંડી, પક્ષપાત દેખાશે, તો દોષિત સ્કૂલ પર દંડ ફટકારાશે. એટલું જ નહીં, એવી સ્કૂલોની માન્યતા પણ રદ કરી દેવાશે. સીબીએસઈએ કોરોના સંક્રમણને પગલે મે મહિનામાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જોકે, સંક્રમણ સતત વધ્યા પછી તે પરીક્ષા પણ રદ કરવાની ફરજ પાડવાનો વારો આવ્યો છે. હવે સીબીએસઈએ 12 બોર્ડની પરીક્ષા પણ હાલ પૂરતી મોકુફ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો