પુરૂષાર્થનો પ્રકાશ:શહેરની શાળાઓનું ધો.10નું પરિણામ: કુલ 824 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 121 વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ ગુરૂકુળના
  • સતત 3 વર્ષથી​​​​​​​ ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં જ્ઞાનગુરૂનું 100 ટકા પરિણામ

- સ્વામીનારાયણ ગુરૂકુળ
આજે ધો.10નું પરિણામ જાહેર થયું જેમાં ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળનું પરિણામ 100 ટકા રહ્યું છે. જિલ્લાના કુલ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 824 વિદ્યાર્થી જેમાંથી 121 વિદ્યાર્થી સ્વામિનારાયણ ગુરૂકુળનાં છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરતા 257 વિદ્યાર્થી ગુરુકુળનાં છે. 99% TILEથી વધુ - 107 વિદ્યાર્થીઓ છે. 98% TILE થી વધુ - 180 વિદ્યાર્થીઓ છે.

90% TILE થી વધુ - 457 વિદ્યાર્થીઓ છે. 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરતાં 43 વિદ્યાર્થીઓ છે. જેમાં ગણિતમાં 22, વિજ્ઞાનમાં 07, સામાજિક વિજ્ઞાનમાં 05 અને સંસ્કૃતમાં 09 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

- જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ
સમગ્ર ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 બન્ને બોર્ડના વર્ષમાં સતત ત્રણ વર્ષથી 100 ટકા રિઝલ્ટ લાવીને સમગ્ર જિલ્લામાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠે સફળતાનો ડંકો વગાડ્યો છે. મુખ્ય વિષયોમાં 91 ટકાથી વધુ ગુણ મેળવનારાની સંખ્યા 251 છે. ગણિતમાં ધ્રૂવ કુકડીયાએ 100માંથી 100, સંસ્કૃતમાં શ્યાળ વેદાંતએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. અંગ્રેની માધ્યમમાં પ્રથમ વર્ષે. જ 100 ટકા પરિણામ અને એ-1 ગ્રેડ પણ મેળવ્યો છે. ધો.12 આરટ્સમાં પણ પ્રથમ બેચનું પરિણામ 100 ટકા આવ્યું છે.

- બી.એન.વિરાણી
શાળામાં કુલ 323 પૈકી 279 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે. એકંદરે પરિણામ 86.38 ટકા આવ્યું છે. કુલ 8 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. 43 વિદ્યાર્થીઓએ. એ-2 ગ્રેડ મેળવ્યો છે. 95.50 ટકા અને 99.87 પર્સન્ટાઇલ સાથે ધ્રૂમીલ પટેલે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

- સારથિ વિદ્યાસંકુલ
કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સારથિ વિદ્યાસંકુલનું ધોરણ 10નું બોર્ડનું 98.77% પરિણામ આવ્યું છે. પ્રથમ નંબર બાંભણીયા હેતવીબેન ગણિતમાં 100 માંથી 99 બીજા નંબરે મેર ધવલ ગણિતમાં 100 માંથી 98 અને ત્રીજા નંબરે માણીયા પાર્થ સમગ્ર શાળામાં ટોપ થ્રીમાં સ્થાન
પ્રાપ્ત કરેલ છે

- સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ
શાળાનું ધોરણ10નું પરિણામ 94 ટકા આવ્યું છે. જેમાં એ વન ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓ 41 અને એ ટુ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓ 148 છે.99 પર્સેન્ટાઇલ 22 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. તેજસ્વી છાત્રાઓએ ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે.

- દોલત અનંત વળીયા હાઇસ્કુલ
શાળાનું ધોરણ 10નું પરિણામ 88.34 ટકા આવેલ છે. 163 માંથી 144 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પ્રથમ ક્રમે રંગપરા ઉર્વશી ભરતભાઈ 92.67 ટકા સાથે સિધ્ધિ મેળવેલ છે.

- બી એમ કોમર્સ હાઇસ્કુલ
બી એમ કોમર્સ હાઇસ્કુલનું ધોરણ-10નું પરિણામ 85.31ટકા આવ્યું છે. શાળામાં પ્રથમ સ્થાન ધાંધલા અંજલી દિનેશભાઈએ મેળવેલ છે. શાળાના 10 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ 43 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.99.72 પર્સન્ટાઇલ સાથે ધાંધલા અંજલિ શાળામાં પ્રથમ ક્રમે છે.

- વિદ્યાવિહાર માઘ્યમિક શાળા
વિદ્યાવિહાર માધ્યમિક શાળાનું ધોરણ10નું પરિણામ 90% આવ્યુ છે. શાળાના પાંચ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.જેમાં સરવૈયા ધ્રુવ વિનોદભાઈએ 95 ટકા મેળવીને પ્રથમ સ્થાન
મેળવ્યું છે.

- આરાધના વિદ્યા વર્તુળ
શાળાનું ધો. 10નું પરિણામ 64.29 ટકા આવ્યું છે જેમાં 98.24 પર્સનટાઈલ સાથે ગૌતમ બારિયા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે શાળામાં એક વિદ્યાર્થીએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં 28 વિદ્યાર્થીઓની બેન્ચમાંથી 26 વિદ્યાર્થીઓએ 90 કરતાં પણ વધારે પર્સેન્ટાઇલ મેળવેલ છે. 28 વિદ્યાર્થીઓમાંથી એ વન ગ્રેડ પ્રાપ્ત કરતાં કુલ 12 વિદ્યાર્થીઓ છે.

અન્ય સમાચારો પણ છે...