તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:457 વૃક્ષોનું પુનઃ સ્થાપન, રાષ્ટ્રીય ઉદ્યાનમાં 55 કાળિયારનો બચાવ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભાવનગરમાં આયોજન
  • કુદરતી આફતો કે માનવસર્જિત પ્રવૃત્તિના લીધે પર્યાવરણને થતાં નુકસાન બાદ ઇકોલોજીકલ રિસ્ટોરેશન કારગત

ભાવનગર સમગ્ર દેશનાં એવા બે શહેરોમાં સમાવિષ્ટ છે કે જે શહેરમાં રિઝર્વ ફોરેસ્ટ ધરાવતા હોય. જળ પ્લાવિત ક્ષેત્રો, જંગલ, પહાડ, સમુદ્ર જેવી વિવિધતા નાં લીધે અહીં પ્રાણીઓ અને વનસ્પતિ ની જાતમાં પણ વિવિધતા જોવા મળે છે. તાજેતરમાં આવેલા વાવાઝોડા નાં લીધે ઘણા પક્ષીઓ અને જાડ ને ગંભીર અસર થઈ હતી. હાલના સમયમાં પર્યાવરણ બચાવ માટે તો કામગીરી થઈ જ રહી છે પરંતુ સાથે એક બીજો અગત્યનો હિસ્સો " ઇકો રિસ્ટોરેશન " એટલેકે નુકસાન પામેલ જીવ સૃષ્ટિ નુ પુનઃ સ્થાપન.

ભાવનગર મહાનગરપાલિકા અને અલગ અલગ એન.જી. ઓ દ્વારા પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ નાં ઇકો રિસ્ટોરેશન માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં શહેર માં અંદાજે 457 જેટલા વૃક્ષો નું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાંથી બી.એમ.સી. દ્વારા 30, ગ્રીન સિટી દ્વારા 100 અને યુથ હોસ્ટેલ દ્વારા 100 વૃક્ષો બચાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં બીજા 32 વૃક્ષો બચાવવાની કામગીરી થવાની છે. ભાવનગર માં વાવાઝોડાના પગલે 5220 થી વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા.

ભાવનગર માં કાર્યરત રાજહંસ નેચર ક્લબ દ્વારા કુલ 1180 પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. અને 700 જેટલા પક્ષીઓની સારવાર કરીને રિલીઝ પણ કરી દેવામાં આવ્યા છે. જોકે શહેરમાં 400 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે.

શું છે ઇકોલોજીકલ રિસ્ટોરેશન
કોઈપણ પ્રકારની કુદરતી માનહાનિ કે માનવ સર્જિત પ્રવૃત્તિ નાં લીધે એકસાથે ઘણા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય ત્યારે તે નુકસાન ની અસરો ઘટાડવા અને થઈ શકે તેટલા જીવો નું પુનઃ સ્થાપન ઇકોલોજીકલ રિસ્ટોરેશન તરીકે ઓળખાય છે. મોટાભાગે માનવસર્જિત ઉદ્યોગો અને વૃક્ષો નાં ઘટાડા નાં લીધે થતાં નુકસાન માટે આ વિજ્ઞાન નો ઉપયોગ થાય છે પરંતુ કુદરતી આફત નાં સમયમાં થયેલા વિનાશ ને પહોંચી વળવા પ્રાણીઓને બચાવવા, ઘવાયેલા પ્રાણીઓ ની સારવાર કરવી અને પડી ગયેલા વૃક્ષોને જીવિત કરવા માટેની પ્રક્રિયા પણ જીવ સૃષ્ટિ નું પુનઃ સ્થાપન જ છે.

21 કાળિયાર પણ મોતનો કોળિયો
તાઉતે વાવાઝોડા ના કારણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન માં અંદર તથા બહાર ના વિસ્તાર માં બાવળ ના ઝાડ ને વન્ય પ્રાણીઓ ની માહિતી ના બોર્ડ વાયરલેસ ટાવર વગેરે ને નુકશાન થયેલ તેમજ 21 જેટલાં કાળિયાર ના શોક લાગવો, કૂતરા નાં હુમલા જેવા કારણો થી મૃત્યુ નોંધાયા હતા. સ્ટાફ દ્વારા સતત ફેરણું કરી રેસ્કયુ ની કામગીરી હાથ ધરી 55 જેટલા કાળિયાર ને બચાવી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા. નમી પડેલા વૃક્ષો પૈકીના સીધા થઈ શકે અને બચાવી શકાય એવા 20 જેટલા વૃક્ષો ને ફરી ઉભા કરવાંમાં આવ્યા છે. ઉખડી ગયેલા બોર્ડ ને પણ રીપેર કરી ફરી વ્યવસ્થિત લગાવવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...