વિરોધ:ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ નહીં અપાતા રોષ, અન્યાય વિરુદ્ધ મતદાનનો નિર્ણય

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિનિધિત્વની માગણી સાથે લાંબા સમયથી લડત શરૂ હતી

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાંથી એક પણ ઉમેદવારની પસંદગી નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. અને ક્ષત્રિય સમાજ સાથે અન્યાય કરતા તેના વિરોધમાં મતદાન કરવાનો ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા નિર્ણય જાહેર કરતા ભાજપમાં જ રાજકીય ગરમાવો ફેલાયો છે.

વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ માટે છેલ્લા ઘણા સમયથી સભા, સંમેલનો, રજૂઆતો દ્વારા ભાજપના મોવડી મંડળ સુધી ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાની એક પણ વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવી નથી. જેથી ક્ષત્રિય સમાજમાં ભાજપ તરફથી નારાજગી સાથે રોષ ફેલાયો છે.

અને આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર નહીં કરવા અને તેમની સાથે પણ નહીં રહેવા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ દ્વારા જણાવાયું છે. તદુપરાંત વધુમાં જણાવ્યું હતું કે જે પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવશે તેને જીતાડવાના પ્રયાસો કરાવશે. તેમજ દ્વારા આ વખતે પણ ક્ષત્રિય સમાજ સાથે અન્યાય કર્યો છે તેના વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને જાગૃત કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના આ નિર્ણયથી રાજકીય ગરમાવો ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...