સાંપ્રત સમયમાં ઉપયોગમાં લેવામાં આવતું પ્લાસ્ટિક આજે દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયું છે. પ્લાસ્ટિકનો અવિચારી ઉપયોગ અને તેમાં નહિવત વિઘટનની સમસ્યાને લઈએ જળ,જમીન,વાયુ,આકાશ સર્વત્ર પ્લાસ્ટિકનું પ્રદૂષણ વર્તાઈ રહ્યું છે. ત્યારે આવા સમયમાં જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ નિગમ વ્યાસ, કાર્તિક ભટ્ટ અને નિધિ ચૌહાણ દ્વારા જૈવવિઘટનીય પ્લાસ્ટિકની બનાવટ કરવામાં આવી છે જેનો એક માત્ર હેતુ પર્યાવરણનું રક્ષણ છે.
જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના પ્રો. તૃષા ગજારિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બાયો વેસ્ટ જેમ કે ફળની છાલ માંથી ઉપયોગી એવું પ્લાસ્ટિક કે જે 100% ટકા વિઘટનીય છે તેની રચના કરી. તેની મોટી ખાસિયત એ છે કે તે બે સપ્તાહ જેવા ટૂંકા સમયમાં વિઘટિત થઈ જાય છે. આ મોડેલ હજુ પ્રાયોગિક રીતે સફળ થયું છે જેમાં સૂક્ષ્મ ગુણવત્તાકિય ફેરફાર કરીને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા સક્ષમ કરવામાં આવશે.
આમ, જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ રચના આજના પ્લાસ્ટિકનો વિકલ્પ બની રહેશે તેમજ દુનિયાને સહજ સુલભ પ્લાસ્ટિકની ભેટ ધરશે. આ બદલ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એચ. એમ. નિમ્બાર્ક તથા I/C પ્રિન્સિપાલ ડૉ. મિહિર ઓઝા એ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.