ક્રાઇમ:હોડકુ પલટતા પાણીમા પાંચ ડૂબ્યા 3 નો બચાવ, 2 ની શોધખોળ હાથધરાઇ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોણપરના પાંચ યુવાની સામે કાંઠે વાડીએ સગાને મળવા ગયા હતા

જેસર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જેસર તાબેના વિરપુર ચેકડેમ ખાતે 60 ફૂટ જેટલુ ઉંડુ પાણી ભરેલ છે. આ ચેકડેમમાંથી આ કાંઠેથી સામાકાઠે જવા લોકો હોડીનો ઉપયોગ કરે છે.ત્યારે ગુરૂવારે બગદાણા તાબેના મોણપર ગામે રહેતા પાંચ યુવાનો તેમના સગાને મળવા વિરપુર ચેક ડેમમાં હોડકા દ્વારા ગયા હતા. અને વાડી વિસ્તારમાંથી સગાને મળી હોડકામાં પરત ફરતી વખતે અચાકન હોડકું વિરપુર ચેકડેમમાં ઉધુ વળી જતા તેમા સવાર પાંચેય વ્યકિતઓ ચેકડેમના પાણીમાં ડૂબવા લાગ્યા હતા.જો કે તેમા઼થી તરણ લોકો જેમ તેમ કરીને પાણીની બહાર આવી ગયા હતા.

જયારે પ્રતાપસિ઼હ અને હમરીભાઇ નામના બે વ્યકિતઓ ઉંડા પાણીમા ગરકાવ થયા હતા. બનાવની જાણ થતા જેસર પોલીસ મથકના પો.કો. રાજુભાઇ રાઠોડ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.બચાવ માટે પાલિતાણાથી તરવૈયાઓની ટીમ પહો઼ચી હતી. તે દરમ્યાન ગ્રામજનો દ્વારા લાઇટ સહીતની વ્યવસ્થા ગોઠવી દેવાય હતી. અને શોધખોળ શરૂ હોવાનુ પોલીસ જમાદાર રાઠોડે જણાવ્યું હતુ. મોડી સાંજે આ ઘટના બનતા લોકોને જાણ થતા ચેકડેમ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેથી એક તબ્બકે પોલીસને બંદોબસ્ત જાળવવો મુશ્કેલ બન્યો હતો. છતાં પરિસ્તિતી સંભાળી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...