આવશ્યક્તા:MKB યુનિ.માં શિપિંગ અને મેરિટાઇમ આધારિત અભ્યાસક્રમોની આવશ્યક્તા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં શિપિંગ, મેરિટાઇમ આધારીત ઉદ્યોગો છતા
  • ...તો યુવા વર્ગને રોજગારી, ઉદ્યોગોને સ્કીલ્ડ કર્મી મળી શકે

ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કાંઠે શિપ રીસાયકલિંગ, શિપ રીપેર, મેન્યુફેક્ચરિંગ, રો-રો ફેરી સર્વિસ, પોર્ટ આધારીત વ્યવસાયો છવાયેલા છે, અને તેના માટે કુશળક્ષમ કર્મચારીઓની ભારે આવશ્યક્તા રહે છે. પરંતુ, એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં તેના અંગે એકપણ કોર્સ નથી, જેના કારણે વ્યવસાયમાં કારકીર્દિ ઇચ્છૂક વિદ્યાર્થીઓને ગાંધીનગર ભણવા જવું પડે છે.

શિપિંગ અને મેરિટાઇમ ઉદ્યોગોને આધારીત એમ.બી.એ.માં શિપિંગ એન્ડ લોજીસ્ટિક, પોલીસી એડમિનિસ્ટ્રેશન, મેરિટાઇમ મેનેજમેન્ટ, મેરિટાઇમ ટેકનોલોજી તથા લો વિભાગમાં મેરિટાઇમ લો, શિપ રીસાયકલિંગ, શિપ બિલ્ડિંગ એન્ડ રિપેરિંગ અભ્યાસક્રમો ચલાવવામાં આવે તો ભાવનગરના વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે, અને અભ્યાસ પૂર્ણ થઇ ગયા બાદ શિપિંગ, મેરિટાઇમ આધારીત ઉદ્યોગોમાં રોજગાર પણ આસાનીથી મળી રહે.

સરકાર દ્વારા ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે, પરંતુ તેની શાખા ભાવનગરમાં ખોલવામાં આવી નથી. જીએમબી દ્વારા રાજુલામાં આઇ.ટી.આઇ. ચલાવવામાં આવે છે, પરંતુ ભાવનગરને તેમાંથી પણ બાકાત રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા શિપીંગ અને મેરિટાઈમને લગતા વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવામાં આવે તો ભાવનગર કક્ષાએ યુવાનોને અત્યંત ઉપયોગી બની શકે છે.

શિપિંગ, મેરિટાઇમ કોર્સ માટે માળખું રચવું પડે
નવી શિક્ષણનીતિ મુજબ આગામી સત્રથી વોકેશનલ કોર્સિસ જે રોજગારી આપી શકે તેવા શરૂ કરવાના છે. અને તે માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. પરંતુ તેમાં એમબીએ, મેનેજમેન્ટ કે લો જેવી ફેકલ્ટી માટે શિપિંગ કે મેરિટાઈમને લગતા હાલની સ્થિતિમાં કોઈ કોર્સ નથી. કારણ કે આવા કોર્સિસ માટે આખું માળખું ઊભું કરવું પડે, અને તેનું ઘડતર કરવું પડે, એમ કે બી યુનિવર્સિટીમાં મેરિટાઇમ લો, શિપ બિલ્ડીંગ-રિપેરિંગ, મેરિટાઈમ કે શિપ રિસાયકલિંગને લગતા કોઈ કોર્સ છે નહીં. > ડો.એમ.એમ. ત્રિવેદી, કાર્યકારી કુલપતિ, એમ.કે.બી. યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...