મહોત્સવ સંપન્ન:ત્રિદિવસીય ભાવોત્સવની નોંધ લેવા માટે વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ આવ્યા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના 299માં જન્મદિન નિમિતે, જીતુ વાઘાણી પ્રેરીત મહોત્સવ સંપન્ન
  • કાર્નિવલમાં ગીત-સંગીત, રાસ-ગરબા અને ડાયરામાં ઉત્સાહભેર જોડાયેલા નગરજનો

ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી ભાવનગરના જન્મ દિવસ નિમિતે યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં ત્રણેય દિવસ મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાજવી પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ રોકોર્ડ બુકના પ્રતિનિધિઓ એક શહેર સ્વયંભૂ એનો જન્મ દિવસ ઉજવે છે તેની નોંધ લેવા ખાસ આવ્યા હતા.

આયોજકોએ ત્રણ દિવસ દરમિયાન એક લાખથી વધુ નગરજનો ઉમટ્યા હોવાનો દાવો કર્યો હતો. જન્મોત્સવમાં વોલ પેઈન્ટીંગ, રાજુભાઈ ઉપાધ્યાયના સંકલન સાથે મહાઆરતી મૌલિકભાઈ પાઠકના સંકલન સાથે ઔતિહાસીક ત્રીરંગા યાત્રા અને ગીરીશભાઈ વાઘાણી, ભરતસિંહ ગોહિલના સંકલન સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જ્યારે 299માં જન્મ દિન નિમિતે કે. પી. સ્વામીના સંકલન નીચે 299 કિલોનો ચુરમાનો લાડુ બનાવ્યો હતો જે મૌલિક પાઠક, નિલેશ રાવળ વગેરેએ પછાત વિસ્તારના બાળકોને પ્રસાદ રૂપે વિતરણ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં જયેશ દવે, મીતુલ રાવલ, નરેશ મહેતા ઉપરાંત ખાસ પધારેલા તુષાર જોષી અને કવિ અંકિત ત્રિવેદીએ કાર્યક્રમને રસસભર બનાવ્યો હતો. શહેરની 150થી વધુ સંસ્થાઓ, વ્યક્તિઓનું વિશિષ્ટ બહુમાન કરાયુ હતું. કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઈરામ દવે, સાંત્વની ત્રિવેદી, જીગરદાન ગઢવી અને દેવ પગલીએ તથા ગુજરાતભરની રાસ મંડળી કલાપથના કુશલ દિક્ષીત, સુદેશ પરમાર, અનિલ વાંકાણી વગેરેએ ભાવનગરીઓના મન જીતી લીધા હતા. સ્ટેજ સહિતની જવાબદારી માટે હિતેશ વ્યાસ (પેઈન્ટર), તુષાર જયસ્વાલ અને કાનભા ગોહિલનું સન્માન કરાયેલ.

અન્ય સમાચારો પણ છે...