આવેદન:ખાનગી જીઆઈડીસી સહિતના પ્રશ્નો અંગે ચેમ્બર દ્વારા રજુઆત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ રાજ્યમંત્રી સાથે પ્રતિનિધી મંડળની ચર્ચા
  • ઉદ્યોગોમાં અકસ્માત સમયે લગાડાતી કલમ 304 દૂર કરવા, બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન શરૂ કરવા માંગણી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે ભાવનગરનાં વેપાર-ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું એક પ્રતિનિધિ મંડળ પ્રમુખ કિરીટભાઈ સોનીની આગેવાની હેઠળ ભાવનગરનાં સર્કિટ હાઉસ ખાતે ગૃહરાજ્ય મંત્રીની મુલાકાત લઇ ભાવનગરનાં વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરેલ. ભાવનગરમાંથી ઉદ્યોગો અન્યત્ર તેમાય ખાસ કરીને સુરત ખાતે માયગ્રેટ થઇ રહ્યા છે તે અંગે, કનેક્ટીવીટીમાં સુધારો થાય તો ભાવનગરમાં નવા ઉદ્યોગો આવે, ભાવનગરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આરટીઆઈ કાયદાનો દુરૂપયોગ કરી ઉદ્યોગકારો-વેપારીઓ અને અધિકારીઓને ખોટી રીતે કનડગત કરે છે તે પ્રવૃત્તિ બંધ થવી ઘટે, અલંગમાં શીપ કટિંગ સમયે અકસ્માત થાય છે કોઈ કારણોસર અકસ્માત થાય તો 304ની કલમ લગાવવામાં આવે છે જે ન લગાવવી જોઈએ, ખાનગી જીઆઈડીસીની સ્થાપના થવી જોઈએ, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સોલાર પોલીસી રીવ્યુ કરવાની ખાસ જરૂરિયાત હોવાનું, બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન શરૂ થાય ત્યારે તેને સુરત સુધી લંબાવવી જોઈએ વગેરે જેવા પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરેલ.

આ ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી હોવાની લાગણી વ્યક્ત કરેલ પરંતુ પોલીસ વિભાગને વધારે વાહનો ફાળવવાની ખાસ જરૂરીયાત છે તે અંગે પણ ધ્યાન દોરવામાં આવેલ.આ તમામ પ્રશ્નોની નોંધ લઇ ગૃરાજ્યમંત્રીએ સાનુકૂળ પ્રતિસાદ આપતા જણાવેલ કે આરટીઆઈ કાયદાનો દુરુપયોગ ન થાય તે દિશામાં અને સોલાર પોલીસીનાં રિવ્યુ અંગેની કાર્યવાહી હાલમાં શરૂ હોવાનું જણાવેલ.

અન્ય સમાચારો પણ છે...