લોકડાઉન:અડધો કલાક પહેલા રિપોર્ટીંગ : ભાડુ દોઢુ થશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી લકઝરી બસોની મુસાફરી સલામત અને આરામદાયક હશે
  • સરકાર છૂટછાટ આપે તો બસો ઉપાડવાની સંચાલકોની તૈયારી

લોકડાઉન 4 પછી ભાવનગરનો ખાનગી બસનો વ્યવહાર શરૂ થાય તો મુસાફરોને બસ ઉપડતા પહેલા અડધો કલાક અગાઉ રિપોર્ટીંગ કરવું પડશે અને બસનું ભાડુ પણ દોઢુ કે તેનાથી વધારે થાય તેવી શકયતા છે. બસોની મુસાફરી વધુ અારામદાયક અને સલામત હશે. ગત 23 માર્ચથી ભાવનગરની ખાનગી બસોનો વ્યવહાર લોકડાઉનને કારણે બંધ કરવો પડ્યો છે. કોરોના વાઈરસની સ્થિતિને કારણે હવે બસ વ્યવહાર શરૂ થાય તો શું થશે ? એ અંગે પૂછતા ટ્રાવેર્લ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે બસમાં કોવીડ-19ને લગતી સરકારની સૂચના મુજબની તમામ તકેદારી લેવામાં આવશે. 

દોઢો કે તેથી વધારે વધારો થઈ જશે
સરકાર જો મંજુરી આપશે તો બે સીટ વચ્ચે પાર્ટીશન કરી બસ ચલાવવામાં આવશે અથવા એક સીટ પર એકજ વ્યક્તિ બેસે તેવું કરવામાં આવશે. પણ જો તેમ થાય તો હાલનું જે ભાડુ છે તેમાં દોઢો કે તેથી વધારે વધારો થઈ જશે. આ ઉપરાંત પેસેન્જરને બસ ઉપડતી પહેલા અડધી કલાકે રિપોર્ટીંગ કરવાનું રહેશે અને તેનો સામાન પણ સેનેટાઈઝ થશે.

સોશ્યલ ડીસ્ટન્સ સહિતની બાબતોનો ખ્યાલ રખાશે
 લોકડાઉન-4 પતે પછી પ્રાઈવેટ બસોને છૂટછાટ મળે તો સોશીયલ ડીસ્ટન્સ જાળવશું. બસ દરેક અાવન-જાવન બાદ તેને સંપૂર્ણ સેનીટાઈઝેશન કરાશે, બસમાંજ હાથ ધોવાની વ્યવસ્થા રખાશે અને આ ઉપરાંતની પણ અન્ય સુવિધા માટે અમારી કંપનીએ આગોતરી તૈયારી કરી છે. > યાહવા કલવાતર,  રાજ એક્સ્પ્રેસ, કોર્પોરેટ ટ્રાવેલ્સ

સેનીટાઈઝેશન, માસ્ક સહિતની સુવિધા હશે
 લોકડાઉ 4 પછી સરકારી છૂટછાટ મળે તો અમારી તન્ના ટ્રાવેલ્સની બસો મુસાફરોના સ્વાસ્થ્ય અંગે પુરતી તકેદારી રાખશે. બસમાં બે સીટ વચ્ચે પાર્ટીશન અથવા બે સીટ પર એક જ વ્યક્તિ બેસે, સેનીટાઈઝેશન, માસ્ક વગેરેની સુવિધા હશે. મુસાફરોના સ્વાસ્થ્યને અમે પ્રાથમિકતા આપશું.> પરેશભાઈ તન્ના, તન્ના ટ્રાવેલ્સ

અન્ય સમાચારો પણ છે...