વિશેષ:સિક્સલેન માટે ધરાશાયી વૃક્ષોનું તક્ષશીલામાં રિપ્લાન્ટેશન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 વૃક્ષોનું રિપ્લાન્ટેશન કરાયું : તક્ષશીલાના કેમ્પસમાં કુલ 100 વૃક્ષો અને 400 ફુલછોડ

ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં મુખ્ય માર્ગોને સિક્સલાઇન કરવાની કામગીરી શરૂ છે જે અંતર્ગત આ વિસ્તારમાં આવેલા વૃક્ષોને કાઢીને બીજી જગ્યા એ આરોપિત કરવામાં આવે છે. ત્યારે તક્ષશિલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની માંગણીને ધ્યાને લઇ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા 16થી વધુ વૃક્ષોને સંસ્થાના બંને કેમ્પસ ખાતે રિપ્લાન્ટેશન કરવામાં આવ્યા . આ સંસ્થાના બંને કેમ્પસમાં 100 થી વધુ મોટા વૃક્ષો અને 400થી વધુ નાના ફૂલ છોડ, આયુર્વેદિક પ્લાન્ટ સાથે હોય હરિયાળા કેમ્પસથી એક આગવી છાપ ઉપસાવે છે. દરમિયાનમાં આ સંસ્થાએ ગાર્ડન વિભાગના સહયોગથી 16 નવા વૃક્ષો દત્તક લીધા છે.

તક્ષશીલા શૈક્ષણિક સંકુલના બન્ને કેમ્પસમાં જે જે વૃક્ષો અને આયુર્વેદના પ્લાન્ટ આરોપિત કરાયા છે તેમાં લીમડો, ગુલમહોર, નીલગીરી, સરગવો, સપ્તપરણી, અવન-સવન, બકમલીમડો, વડ, લાલચંદન, સફેદચંદન, રુખડો, જમરૂખ, બદામડી, નોની બોટમપામ, ઉમરો, રામતુલસી, શ્યામતુલસી, નઘોડ, એલચી, આંબળા, પારસપીપળો, ખીજડો, કરંજ, કોનાકારપસ, બોરસલ્લી, ગુલાબ વિદ્યા, લાલકરેણ, સફેદકરેણ અને પીળીકરેણ જેવા વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે તેમ સંસ્થાના મૌલિકભાઇ પાઠકે જણાવ્યું હતુ.

આયુર્વેદિક અને ચિત્કિસામાં ઉપયોગી છોડ
વિકળો, અરડુસી, અરીઠા, કપૂર, રુદ્રાક્ષ, અજમા, લીંબુ, એલામેન્ડા વેલ યલો અને પર્પલ, ઓફિસ ટાઇમ, લાલ પીળા અને ગુલાબી એક્જોરા, બોગનવેલ, મધુ માલતી, ગુલાબ, બીલીપત્ર, એલોવેરા, હનુમાન ચંપો વિગેરે છોડ પણ છે. આ પૈકી મોટા ભાગના આયુર્વેદિક અને ચિત્કિસામાં ઉપયોગી છોડ છે.

અન્ય સમાચારો પણ છે...