રજૂઆત:ભાવનગરથી ત્રાપજ અને નારી ચોકડીથી પીપળી સુધીનો જર્જરિત માર્ગ રિપેર કરાવો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ રજૂઆતો છતાં કોઇ કામગીરી થઇ નથી
  • સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાઈવે ઓથોરીટી સમક્ષ રજૂઆત

ભાવનગર-સનેસ-અધેલાઇ-બાવળીયારી - ધોલેરા- પીપળી રોડ ખુબ જ બિસ્માર હાલતમાં હતો અને તાજેતરમાં પડેલ ભારે વરસાદનાં કારણે રોડ વધુ બિસ્માર થઇ ગયેલ છે આથી આ રોડની સત્વરે મરામત થાય તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા-અમદાવાદને પત્ર પાઠવવામાં આવેલ છે. આ અગાઉ પણ આ બાબતમાં લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી તેમ પત્રમાં જણાવાયુ છે.

આ રોડની અતિ બિસ્માર હાલતના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે અને વારંવાર અકસ્માતો પણ થાય છે. આ ઉપરાંત નારી ચોકડી(ભાવનગર)થી અધેલાઇ સુધીના રોડ ઉપર વચ્ચે ઓવરબ્રિજની કામગીરી શરૂ હોવાથી જે બાયપાસ રોડ કરવામાં આવેલ છે તે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. વધુમાં આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેતો હોય છે તેથી આ બાયપાસ રોડ પણ પેવર કરવાની સખ્ત જરૂરિયાત છે.

ભાવનગરથી ત્રાપજ સુધીનો રોડ ખુબ જ બિસ્માર હાલતમાં છે. અલંગ શિપબ્રેકીંગ યાર્ડના કારણે આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે તેથી વાહનચાલકો અને રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ અંગે ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોનીએ જીલ્લા કલેકટર અને નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અમરીશ માનકર તેમજ માર્ગ અને મકાન વિભાગ-ભાવનગરનાં કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી ત્વરિત ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરેલ છે.

આ બાબતો અંગે ત્વરિત અને સકારાત્મક કાર્યવાહી થાય તે માટે સદર પત્રમાં સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. સદર પત્રની નકલ જરૂરી જાણ અને યોગ્ય કાર્યવાહી અર્થે ભાવનગર જીલ્લાના પદાધિકારીઓ , કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી અને જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેને મોકલવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...