જીવનમૂલ્યો વિષય પર વ્યાખ્યાન:ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા : નિરંજન રાજ્યગુરુ

ઈશ્વરિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિકોત્સવ સાથે યોજાઇ વ્યાખ્યાનમાળા
  • લોકભારતી સણોસરા ખાતે સંતવાણી અને જીવનમૂલ્યો વિષય પર વ્યાખ્યાન યોજાયુ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે યોજાયેલ નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં સંતવાણી મર્મજ્ઞ નિરંજનભાઈ રાજ્યગુરુએ કહ્યું કે ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે. જાણિતા વક્તા સંતવાણીના આરાધક મર્મજ્ઞ નિરંજનભાઈ રાજ્યગુરુએ 'સંતવાણી અને જીવનમૂલ્યો' વિષય પર વ્યાખ્યાન આપતા સંત ભક્ત પરંપરા સાથે અધ્યાત્મક્ષેત્રની બાબતો રજૂ કરી જણાવ્યું કે ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. સંતોનું જીવન એક લોકશાળા જ હતી.

​​​​​​​લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે.નિરંજનભાઈ રાજ્યગુરુએ ભક્ત એટલે સગુણ અને સંત એટલે નિર્ગુણ એમ તુલના કરી જણાવ્યું સહન કરે તે સંત અને સંતપે તે સંસાર. કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા અરુણભાઈ દવેએ સાંપ્રત પરિસ્થિતિ સાથે સંસ્થાના સંચાલન અને આગામી અસયોજનોની વાત કરી મૂલ્યો માટે શિક્ષણ કેળવણી માટે મંડ્યા રહેવાની વાત કરી નિરંજનભાઈ રાજ્યગુરુને આવકાર આપ્યો હતો. જયારે નિયામક હસમુખભાઈ દેવમુરારિએ બે વર્ષના કોરોના કાળ તેમજ વાવાઝોડાના વિનાશ સાથે સંસ્થાની કામગીરી અને અહેવાલ રજુ કર્યો. કાંતિભાઈ ગોઠીએ આ પ્રસંગે મળેલા સંદેશાઓનું વાંચન કર્યું.

અન્ય સમાચારો પણ છે...