તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:લોકોને મિલકત વેરો અને યુઝર્સ ચાર્જમાં રાહત આપો, ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા મેયરને રજૂઆત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાઉતે વાવાઝોડા અને કોરોનાનાં લીધે થયેલ નુકસાનથી લોકોની સ્થિતિ કફોડી

હાલમાં કોરોનાની વિષમ પરિસ્થિતિમાં સમગ્ર દેશ અને ગુજરાત ને વિશેષ અસર થઈ હોવાથી ભાવનગર માં અત્યંત કફોડી સ્થિતિ છે. ઉપરાંત તાઉતે વાવાઝોડાએ પણ ભાવનગર માં અત્યંત ખાના ખરાબી કરી દીધી છે. લોકોના વેપાર ધંધા ને અને મકાનોને પારાવાર નુકસાન થયેલું છે. અત્યારે લોકોને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ છે ત્યારે લોકો મિલકત વેરો મે યુઝર્સ ચાર્જ ભરવા સક્ષમ રહ્યા નથી. તેથી ભાવનગરમાં 15 ચો.મી. સુધી મિલકત વેરો અને યુઝર્સ ચાર્જ તથા 15 થી 50 ચો.મી. માં વેરામાં રાહત આપવા ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ને રજૂઆત કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 15 ચો.મી. સુધીનો વેરો અને ચાર્જ બંને માફ કરવામાં આવ્યા છે જ્યારે 15 થી 50 ચો.મી. સુધીમાં વેરામાં 25 ટકાની રાહત આપવામાં આવી છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના અને વાવાઝોડાની પરિસ્થતિ ને ધ્યાનમાં રાખીને વેરો માફ કરવામાં આવે તેવી માંગણી થયેલ છે. વાવાઝોડાથી થયેલ નુકસાન, બેકારી અને બિન રોજગારીનાં કપરા સમયમાં ત્વરિત મિલકત વેરો અને યુઝર્સ ચાર્જમાં રાહત થાય તેવી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...