તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા રાહત

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયા

ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા તંત્ર અને નાગરિકોએ રાહતના શ્વાસ લીધા છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જેમાં ભાવનગર શહેરમાં 1 કોરોના કેસ અને ગ્રામ્યમાં 7 કોરોનાના કેસ છે, જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8 પર પહોંચી હતી.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 440 થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો નથી. જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 440 કેસ પૈકી હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...