કોસ્ટલ ચાર્જ હટાવાયા:ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે રાહત, 6 મહિના માટે કોસ્ટલ શિપિંગને શિપ અને પોર્ટ ચાર્જમાંથી મુક્તિ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઇંધણના ઉંચા ભાવથી ત્રસ્ત ફેરી ઓપરેટરોને કેન્દ્ર દ્વારા અપાઇ રાહત

ઈંધણના ઊંચા ભાવોથી જળમાર્ગ પરિવહનને રાહત આપવા માટે, શિપિંગ મંત્રાલયે તમામ બંદરોને તાત્કાલિક અસરથી આગામી છ મહિના માટે દરિયાકાંઠાના શિપિંગ કામગીરીને પોર્ટ અને જહાજના શુલ્કમાંથી મુક્તિ આપવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રના આ નિર્ણયનો સીધો ફાયદો ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને થવાનો છે.

રો-પેક્સ સેવાઓએ મુસાફરીનો સમય 12 કલાકથી ઘટાડી 4 કલાક
સાગરમાલા કાર્યક્રમ હેઠળ ગુજરાતના ઘોઘા અને હજીરા વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા અમલમાં મુકવામાં આવેલી રો-પેક્સ સેવાઓએ મુસાફરીનો સમય 12 કલાકથી ઘટાડી 4 કલાકનો કરી નાંખ્યો છે. આ રો-પેક્સ ફેરી સર્વિસે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 78,000 વાહનો અને 2.6 લાખથી વધુ મુસાફરોને વહન કર્યું છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને કારણે સમયની બચત, કિંમતી ઇંધણની બચત થઇ રહી છે.

રોલ-ઓફ પેસેન્જર આગામી છ મહિના માટે તાત્કાલિક અસરથી હટાવાયા
​​​​​​​
બંદરો, શિપિંગ અને જળમાર્ગોના કેન્દ્રીય પ્રધાન (MoPSW) સર્બાનંદ સોનોવાલેએ રાજ્ય સરકારોને શિપિંગ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવાતા ડીઝલ પર વેટ ઘટાડવા જણાવ્યું છે."ઈંધણની કિંમતમાં વૈશ્વિક વધારાની અસરથી આ ક્ષેત્રને થોડી ઝડપી રાહત આપવા માટે, MoPSW એ તમામ મુખ્ય બંદરોને તમામ બર્થ હાયરિંગ અને જહાજ સંબંધિત ચાર્જિસમાંથી મુક્તિ આપવાનો નિર્દેશ આપ્યો છે જે હાલમાં રો-પેક્સ (રોલ-ઓન) પર વસૂલવામાં આવે છે. રોલ-ઓફ પેસેન્જર આગામી છ મહિના માટે તાત્કાલિક અસરથી હટાવાયા છે.

હવાઇ-બસ-રેલવેની જેમ ઇંધણ પર સબસીડી જરૂરી
છ માસ માટે પોર્ટ-વેસલ ચાર્જમાંથી મુક્તિ અપાઇ તે આવકાર્ય છે. પરંતુ જહાજ ચલાવવાનો મુખ્ય ખર્ચ ઇંધણનો છે. ઉડાન સ્કીમ તળે હવાઇ મુસાફરીના પ્લેન, સરકારી બસ, રેલવેને ઇંધણમાંથી જે રીતે રાહત આપવામાં આવે છે તે રીતે રો-પેક્સ ફેરીને ઇંધણમાં રાહત આપવામાં આવે તો જ ફેરી ચલાવવી પોસાણ થઇ શકે તેમ છે, અન્યથા ફેરી બંધ કરવી પડે તેવી સ્થિતિ છે. > ચેતનભાઇ કોન્ટ્રાક્ટર, ફેરી ઓપરેટર, ઇન્ડીગો સીવેઝ

માત્ર 6 મહિના માટે કેમ ? ચૂંટણીલક્ષી ઘોષણા
કોસ્ટલ શિપિંગમાં એટલે કે રો-પેક્સ ફેરી સર્વિસમાં 6 મહિના માટે પોર્ટ ચાર્જીસ અને વેસલ ચાર્જીસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઘોષણા માત્ર 6 મહિના માટે જ કરવામાં આવતા, જાણકારોના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આવી ઘોષણા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...