તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:શહેરમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની વધુ ત્રણ અરજી નામંજુર

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ફુલ 8 નવી શાળા માટેની અરજી નામંજુર
  • જિલ્લાના નાની રાજસ્થળીમાં એક અને ગારિયાધારમાં નવી બે માધ્યમિક શાળા શરૂ કરવા અરજી કરવામાં આવેલી

ભાવનગર જિલ્લામાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની વધુ ત્રણ અરજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરતા આધાર પુરાવાના અભાવે નામંજૂર કરવામાં આવી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ પરત્વે વિચારણા કરવામાં આવી હતી અને 44 અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લાની ત્રણ અરજીનો સમાવેશ થયો હતો.

ભાવનગર જિલ્લાના નાની રાજસ્થળી ગામે લાઈફ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળની તપોવન માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાની અરજી હતી આ ઉપરાંત ગારિયાધારમાં પાલિતાણા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કેવી વિદ્યામંદિર, વી.ડી. વાઘાણી વિદ્યા સંકુલ ખાતે સેકન્ડરી કક્ષાની બે સ્કૂલ શરૂ કરવાની અરજી હતી. આ ત્રણેય શાળાઓ શરૂ કરવાની અરજીઓમાં પૂરતા આધાર પુરાવા ન હોય બોર્ડ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. 44 શાળા શરૂ કરવાની અરજી હતી તે નામંજૂર કરવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમ, મંગળ અને બુધ ત્રણ દિવસ દરમિયાન નવી શાળાઓની અરજી પરત્વે વિચારણા કરી મંજૂર નામંજૂર કરવામાં આવી હતી. જેમાં ભાવનગરની શાળાઓની અરજી નામંજૂર થઈ તેમાં મકાનના દસ્તાવેજ કે તેના આધારો પૂરતા પ્રમાણમાં મળ્યા નથી અથવા તો મેદાનના આધાર પુરાવા નથી. જમીનના ટાઇટલ ક્લિયરના પુરાવા સચોટ નથી કે દસ્તાવેજમાં નામ કે પુરાવામાં ક્ષતિ હોવાનું પણ ખૂલ્યું હતું. તમામ આધારો નિયમ મુજબ હોય તો જ નવી શાળા શરૂ કરવા માટે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. અગાઉ ભાવનગર જિલ્લામાં પાંચ જેટલી શાળાઓ‌ દ્વારા આ વર્ષે માધ્યમિક શાળા નવી શરૂ કરવા માટેની અરજી કરાયેલી તે નામંજૂર કરવામાં આવી છે અને હવે બીજી ત્રણ શાળાઓની અરજી પણ નામંજૂર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...