ક્રાઇમ:રેકી કરી ગ્રામ્ય વિસ્તારના મકાનોમાંથી રોકડ, દાગીના ચોરી કરતી ટોળકી ઝડપાઇ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર પોલીસે હાથિયાધારના 2 પુત્રો તથા પિતા સહિત 6 શખ્સોની 4 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ
  • પાલિતાણા, જેસર, ગારિયાધાર, દાઠામાં ચોરી કરેલી

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ વી.વી. ઓડેદરાએ ભાવનગર જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર ટોળકીના 6 સભ્યને ઝડપી લઇ તેઓ પાસેથી 4 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. ભાવનગર એલ.સી.બી પી.આઇએ ભાવનગર જિલ્લાના સિહોર, પાલિતાણા, જેસર, ગારિયાધાર અને દાઠા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તેમાંથી સોના ચાંદિના દાગીના તથા રોકડ રકમ તેમજ વાડી વિસ્તારમાંથી કેબલ વાયર વિગેરેની ચોરીના ગુન્હાના આરોપીઓને કુલ રૂ.3,89,150ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

પાલિતાણા તાલુકાના હાથિયાધાર, નાનીમાળ અને દરેડ ગામે રહેતા ભરત ભવાનભાઇ પરમાર, વનરાજ ભરતભાઇ પરમાર, ભારત ભરતભાઇ પરમાર, કેશુ ધારશીભાઇ વાઘેલા, દિનેશ હિરાભાઇ વાઘેલા અને મુકેશ ધીરૂભાઇ ચારોલિયા ચોરી કરવા પહેલા અગાઉ રેકી કરી અલગ અલગ સમયે સાગરીતો સાથે રહી ભાવનગર ગ્રામ્ય વિસ્તારના મકાનોને તેમજ સિમ વિસ્તારના વાડીમાંથી કેબલ વાયરની ચોરી અને ઘરફોડી કરતા હોવાનુ ખુલવા પામ્યુ છે. જેની પોલીસે ધરપકડ કરી તમામ સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...